ગત વર્ષે અમેરિકામાં મચ્છરોના આતંકની ઘટના બાદ હવે આ વર્ષે રશિયાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ વર્તાય રહ્યો છે. રશિયાના લુઇઝિયાના વિસ્તારમાં મચ્છરોના ઝુંડે પાલતુ જાનવરોને કરડીને લોહી ચૂસવાને કારણે અઠવાડિયામાં જ 400થી વધુ પશુ મોતને ભેટ્યા છે. આ ઘટના સાથે જ રશિયાના પશુપાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દુનિયામાં મચ્છરનો ભયાનક ત્રાસ વેઠી રહેલા દેશમાં હવે રશિયાની ગણતરી કરવી પડે તેમ છે. હાલમાં અહીં મચ્છરોના ચક્રવાતે સ્થાનિકોને માથે મોટી આફત ખડકી દીધી છે. રશિયાના કેટલાક વિસ્તારમાં મચ્છરોનું ચક્રવાત ફરી રહ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં મચ્છર છે. ગત વર્ષે અમેરિકામાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. આ વખતે લુઇઝિયાનામાં હર્રિકેન લોરાથી ભારે વરસાદ પછી મચ્છરોની સંખ્યા એ હદ સુધી વધી હતી કે તેમણે પાળતુ જાનવરોનું પણ લોહી ચૂસી લીધું હતું અને જાનવરો જ્યાં સુધી ઢળી ના પડ્યા ત્યાં સુધી લોહી ચૂસતા રહ્યા હતા. 400થી વધુ જાનવરોને મચ્છરોએ મોતની ઘાટ ઉતાર્યા હતા.
રશિયાના પૂર્વ દરિયા કિનારા કમચટકા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દ્રશ્ય જોયા બાદ અંદાજો માંડી શકાય છે કે, દૂરથી જોવા પર વાવાઝોડું લાગતું આ મચ્છરોનું તોફાન કેટલી હદે ભયંકર છે. ગાડીની અંદરથી શુટ કરાયેલા એક વીડિયોમાં તો ભયાનક નજારો દેખાય છે. જેમાંથી હજારો મચ્છરો એક ગાડીની આસપાસ ઘૂમી રહ્યા હતા. આ સાથે જ વાહનથી થોડે દૂર બીજો એક મચ્છરોનો ચક્રવાત ઉઠી રહ્યો છે. આ વીડિયોમાં ગાડી ચલાવતા ચાલકને રોડ પણ દેખાતો ન હતો. કેટલાક નિષ્ણાંતોના મતે આ તો એક મચ્છરોના પ્રજનનની પ્રક્રિયા હોય છે અને લોકોએ એનાથી હેરાન થવું જોઈએ નહીં. અન્ય એક વૈજ્ઞાનિકનું કહેવુ છે કે નર-મચ્છર પ્રજનન માટે માદા મચ્છરોની આસપાસ ફરે છે. એ સમયે તે મનુષ્યને કરડતા નથી. વૈજ્ઞાનિકોના આ મત સાથે સ્થાનિકો સહમત નથી. સ્થાનિકોનું કહે છે કે, આ પ્રકારની ઘટના અહીં સામાન્ય છે પરંતુ આ વખતે મચ્છરોની સંખ્યા બહુ વધારે છે.