ગુજરાત સરકારે ૩૧મી જુલાઈ સુધીમાં નાના-મોટા ધંધા કરનારા, રોજમદાર, નોકરિયાતો,પાન- લારી- ગલ્લા-પાથરણાવાળા તમામને રસીકરણનો પ્રથમ ડોઝ લેવા માટે લક્ષ્મણ રેખા નક્કી કરી આપી છે. આ સંદર્ભમાં રવિવાર તા. ૨૫મી જુલાઈએ રાજ્યમાં ઠેર ઠેર વિશેષ રસીકરણ ઝુંબેશ શરૂ કરી રસી મૂકવાનું કામ ચાલશે, જેઓ પ્રથમ ડોઝ નહીં લેશે તેમણે ૩૧ તારીખ સુધીમાં રસી મુકાવવી જોઇએ અને તેમ કરવામાં નિષ્ફળ જશો તો છૂટક જથ્થાબંધ નાના-મોટા ધંધા-રોજગાર કરનારાઓએ પોતાનો ધંધો તા.૧ ઓગષ્ટથી ફરજિયાત બંધ રાખવો પડશે.
ખેરગામ તાલુકામાં પણ ૧-એપીએમસી માર્કેટયાર્ડ,૨- સામુહિક આરોગ્ય કેન્દ્ર-રૅફરલ તથા ૩- સબ સેન્ટર, પાણીખડક ખાતે સવારે ૧૦ થી સાંજના પાંચ સુધી વિશેષ રસીકરણ અભિયાન ચાલશે. જેમાં આજુબાજુના ગામમાં છૂટક ધંધા-રોજગાર કરનારા પોતાનું આધાર કાર્ડ, ધંધા-દુકાનને લગતો દસ્તાવેજ કે વેરા પાવતી લઈને અચૂક પ્રથમ ડોઝની રસી મુકાવી તા.૧ ઑગસ્ટથી બિન્દાસપણે ધંધા-રોજગાર ચાલુ રાખી શકે છે,
ખેરગામ તાલુકાના તમામ સરપંચો તલાટી કમ મંત્રીઓ આગેવાનોને ખાસ ઝુંબેશ સફળ કરવા અને જેઓ પ્રથમ ડોઝ નહીં લેશે તેમણે ૩૧ તારીખ સુધીમાં રસી મુકાવવી જોઇએ અને તેમ કરવામાં નિષ્ફળ જશો તો છૂટક જથ્થાબંધ નાના-મોટા ધંધા-રોજગાર કરનારાઓએ પોતાનો ધંધો તા.૧/૮થી ફરજિયાત બંધ રાખવો પડશે. ધંધા-રોજગારવાળા સો ટકા રસીકરણ કરાવે તે માટે તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ, તાલુકા તબીબી અધિકારી ડૉ. ભરત પટેલ દ્વારા જણાવાયું છે.