ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે ધરખમ ઘટાડો થઈ રહ્યો છે0, પરંતુ ત્રીજી લહેર ક્યારે આવશે તેને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ સંભાવના વચ્ચે નિયમોને નજર અંદાજ કરીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગ સહિત કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યાં છે. વડોદરાથી ભાજપમાં કોર્પોરેટ, જેમણે ધામધૂમથી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કરના જન્મદિવસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે તેઓ કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જન્મદિન નિમિત્તિ ભાજપના મહિલા કોર્પોરેટર પાર્ટીના નિશાન કમળના ચિહ્નવાળી એક કેક કાપી રહ્યાં છે. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોવિડ નિયમોનું પાલન જરાય કરવામાં આવી રહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપના કોર્પોરેટર હેમિષા ઠક્કરને માર્ચ મહિનામાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ સમયે શિવરાત્રિ નિમિત્તે શિવજી કી સવારી નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ હેમિષા ઠક્કરને શરદી-ખાંસી અને તાવ જેવી તકલીફ થતા તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.