તુષાર હરિયા અને સુરેશ પટેલને બોલાવીને ગોવા લગ્નમાં આવેલા તમામનાં નામ સરનામા મેળવીને ગોવા ગયેલા તમામે તમામ વ્યક્તિઓનાં ઘરે મેડીકલ ટીમ મોકલીને બધા આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવી હોમ ક્વોરોન્ટાઇન કરાવી મૂળભૂત કામગીરી કરવાને બદલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ સુરેશ પટેલ અને તુષાર હરિયાની ઇજ્જત આબરૂ બચાવવાની નોકરી પર લાગેલા છે.
જિલ્લા પ્રશાસન પણ વાપીમાં આટલા બધા કેસ જાહેર થયા પછી સેમી લોકડાઉન જાહેર કરવાની જગ્યાઍ હજુ તો ફીંફા ખાંડી રહ્યું છે
આજે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારીએ હકીકતલક્ષી અહેવાલમાં વાપીમાં કોરોનાનાં ૧૬ પોઝીટીવ કેસો હોવાનું જણાવ્યું પરંતુ મોડી સાંજે જિલ્લામાં કોરોના સંબંધિત માહિતી જાહેર કરતી અખબારી યાદીમાં વાપીમાં ૧૬ કોરોના પોઝીટીવ કેસો હોવાનો ઉલ્લેખ જ નહીં કરાયો. એક તરફ રાજ્યનાં શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મેટ્રોસીટીનાં સરકારી તંત્ર કોરોના વાયરસ ફેલાતો અટકે તેના માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે. તો વલસાડ જિલ્લામાં વાપી ખાતે ૫૦ જેટલા ઉદ્યોગપતિ વેપારીઓ કોરોનાથી સંક્રમિત થવા છતાં વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર વાપી શહેરમાં કોવિડ-૧૯ અંતર્ગત અટકાયતી પગલાં ભરવાની જગ્યાએ કોરોના સંક્રમિત વ્યક્તિઓનાં આંકડાઓ છુપાવવાની ગંદી રમત રમી રહ્યું છે. વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ સ્થાનિક મીડીયાને વાપીમાં કોરોના દર્દીઅોનાં મામલે જે હકીકતલક્ષી અહેવાલ આપીને જે જાણકારી આપી રહ્યા છે તે માહિતી અને તેઓ ગુજરાત સરકારમાં જે માહિતી આપી રહ્યા છે તે બંનેમાં જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંબંધિત દર્દીઓની સંખ્યા બાબતે સરકારથી પણ ઘણું બધું છુપાવી રહ્યા હોવાનું ફલિત થાય છે.
ગઇકાલે હ્યુબરનાં સુરેશ પટેલ અને તુષાર હરિયાની દિકરા-દિકરીનાં ગોવા ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં ગયેલા વાપીનાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાંથી ૫૦થી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રસિધ્ધ થતાં વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે એવી પ્રેસનોટ જારી કરી હતી કે ગોવા ખાતે લગ્ન પ્રસંગમાં વાપીથી અંદાજીત ૨૪ વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પૂર્ણ કરી વાપી પરત આવ્યા ત્યારબાદ તેઓ બહારગામથી પરત આવ્યા હોવાથી કોવિડ-૧૯ની તપાસ કરાવતાં ૨૪ પૈકી ૧૨ પોઝીટીવ અને ૧૨ નેગેટીવ હોવાનું જણાય આવેલ છે. ગત રોજ આવો હકીકતલક્ષી અહેવાલ જિલ્લા આરોગ્ય તંત્રએ બહાર પાડતાં જ દક્ષિણ ગુજરાત વર્તમાને ગઇકાલે સાંજે જ જિલ્લા આરોગ્ય વિભાગના અહેવાલને પડકાર્યો હતો અને ગોવા લગ્ન પ્રસંગમાં ૨૫૦ જેટલા વ્યક્તિઓ વાપીથી ગયા હોવાનું અને તે પૈકીનાં ૫૦થી વધુ કોરોના ગ્રસ્ત હોવાનું જાહેર કરતાં આજે શુક્રવારે જિલ્લા આરોગ્ય વિભાગે સાંજે ફરી એક વખત પોતાના જ ગઇકાલનાં દાવાનો છેદ ઉડાડતો નવો હકીકતલક્ષી અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. જેમાં વાપી, વલસાડ અને અન્ય જગ્યાએથી ગોવા લગ્ન પ્રસંગમાં ૧૩૩ વ્યક્તિઓ ગયા હોવાનું તે પૈકી ૧૨૨ વ્યક્તિઓ વલસાડ જિલ્લાનાં હોવાનું જાહેર કરીને આ ૧૨૨ વ્યક્તિઓ પૈકી ૧૬ વ્યક્તિઓ પોઝીટીવ હોવાનું જાહેર કર્યું છે.
વલસાડ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ કોવિડ-૧૯ની એપેડેમીક પરિસ્થિતિને ગંભીરતાથી લેવાની જગ્યાએ ગોવાથી પરત આવેલા વલસાડ જિલ્લાનાં તમામે તમામ વ્યક્તિઅોનાં આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત શા માટે કરાવી લેતાં નથી? ડો. અનિલ પટેલ ઍવું જણાવી રહ્યા છે કે વલસાડ જિલ્લાનાં કુલ ૧૨૨ વ્યક્તિઓ ગોવા ગયા હતા તો તે માહિતી પણ અધુરી છે. બીજું કે તેમણે વલસાડ જિલ્લાનાં ગોવા ગયેલા ૧૨૨માંથી માત્ર ૧૬ વ્યક્તિઓ જ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનું જણાવ્યું છે તે પણ સત્યથી વેગળું છે. હકીકતમાં તો ૫૦ જેટલા વ્યક્તિઓ ચોક્કસપણે કોરોના પોઝીટીવ હોવાની માહિતી દક્ષિણ ગુજરાત વર્તમન પાસે છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને સાથે રાખીને હ્યુબરનાં સુરેશ પટેલ અને તુષાર હરિયાને બોલાવીને ગોવા લગ્નમાં સામેલ થયેલા વલસાડ જિલ્લાનાં તમામે તમામનાં નામ-સરનામા મેળવીને આ તમામને ઘરે મેડિકલ ટીમ મોકલીને તેમની તરતપાસ અને આરટી પીસીઆર ટેસ્ટ કરવા જાઇએ આ તમામને ફરજિયાત હોમ ક્વોરોન્ટાઇન કરવા જાઇએ તેમજ ગોવાથી આવ્યા બાદ જે વ્યક્તિઓ વાપીમાં અન્ય કોઇનાં સંપર્કમાં આવ્યા હોય તે તમામની વિગતો મેળવીને આ બધા જ વ્યક્તિઓ કોરોના સંબંધિત ટેસ્ટ કરાવી લે તેની તકેદારી રાખવી જાઇએ. ડો. અનિલ પટેલે આખા જિલ્લાની તમામ મેડિકલ ટીમોને વાપીમાં ઉતારી દેવી જાઇતી હતી અને કડક હાથે તમામ કોરોના સંક્રમિતોને શોધી કાઢી ફરજિયાત કોરન્ટાઇન અને આવા પેશન્ટોની સારવાર સંબંધિત કાર્યવાહી કરવી જ જાઇતી હતી. પરંતુ ખુબ જ આશ્ચર્ય વચ્ચે ડો. અનિલ પટેલ તો સુરેશ પટેલ અને તુષાર હરિયાની ઇજ્જત, આબરૂ બચાવવાની નોકરી કરતાં હોય તે રીતે વર્તી રહ્યા છે. હકીકતમાં તો સુરેશ પટેલ અને તુષાર હરિયાએ સામે ચાલીને કલેક્ટરશ્રીને તેમને ત્યાં લગ્નમાં તેમને ત્યાં આવેલા મહેમાનોની યાદી કલેક્ટરશ્રીને સુપ્રત કરી દેવી જાઇએ અને તેમનાં મહેમાનો પૈકી તેમની જાણમાં જે કોઇ કોરોના સંક્રમિત થયા હોય તેની માહિતી પણ સામે ચાલીને કલેક્ટરશ્રી અને આરોગ્ય વિભાગને આપી દેવી જાઇએ જે ખરેખર સમગ્ર જિલ્લાનાં હિતમાં છે. પરંતુ સુરેશ પટેલ અને તુષાર હરિયા તેમની કહેવાતી આબરૂ અને પ્રતિષ્ઠાના મોહમાયાનાં ચક્કરમાં બિનજરૂરી રીતે માહિતી છુપાવવાનાં ચક્કરમાં પડ્યા છે અને સાથે સાથે તેઓ માહિતી પ્રસિધ્ધ ન થાય તેની પણ ખટપટમાં લાગેલા છે. ખુબ જ આશ્ચર્યની વચ્ચે ગઇકાલે વલસાડ જિલ્લા પ્રશાસને જિલ્લામાં કોરોના પેશન્ટો સંબંધિત જાહેર કરેલી માહિતીમાં તેમનાં જ દાવા મુજબનાં ગઇકાલનાં ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓની કોઇ માહિતી જાહેર કરી ન હતી. અને હવે આજે જિલ્લા આરોગ્ય વિભાગ સ્થાનિક મીડીયાને સાંજે જે પ્રેસનોટ મોકલે છે તેમાં સ્વીકારે છે કે ગોવા લગ્નમાં ગયેલા ૧૨૨ પૈકી જિલ્લામાં ૧૬ કોરોના પોઝીટવ આવેલા છે તો આ માહિતી આજે સાંજે વલસાડ જિલ્લાનાં કોરોના પેશન્ટ સંબંધિત જે માહિતી મોકલવામાં આવી છે તેમાં આ ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓને ગણતરીમાં લેવામાં આવ્યા જ નથી. આજે પણ જારી કરાયેલી પ્રેસનોટમાં વાપીનાં જિલ્લા આરોગ્ય અધિકારીનાં કહેવાય મુજબનાં ૧૬ કોરોના પોઝીટીવ દર્દીઓની કોઇપણ વિગત આમેજ થયેલી જ નથી. ખુદ જિલ્લા આરોગ્ય વિભાગ સાંજે કહે છે કે વાપીમાં ૧૬ કોરોના પોઝીટીવ પેશન્ટ છે અને તેનાં કલાક પછી કોવિડ-૧૯ અંગેની જે સત્તાવાર માહિતી બહાર પાડે છે તેમાં વાપીનાં ૧૬ કોરોના પેશન્ટોની કોઇ નોંધ જ આપતાં નથી. આમ, જિલ્લા પ્રશાસન પણ કયા આધારે આંકડા જાહેર કરી રહ્યું છે તે સમજ પડતી નથી.
વલસાડ જિલ્લાની તકલીફ એ છે કે, રાજ્ય સરકાર પણ વલસાડ પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખતી આવેલી છે. કારણ કે, જિલ્લાનાં એકપણ ધારાસભ્ય કે સાંસદમાં જિલ્લા સંબંધિત કોઇપણ તકલીફ બાબતે સરકારમાં જઇને ધમાલ મચાવવાની તાકાત નથી. વાપીમાં આટલા બધા કોરોનાનાં પેશન્ટો સત્તાવાર અને બિનસત્તાવાર જાહેર થઇ ચૂક્યા છે ત્યારે પ્રશાસને એપેડેમીક કન્ડીશનને સીરીયસલી લેવી જાઇએ અને કન્ટાઇન્ટમેન્ટ ઝોન ડિકલેર કરીને સેમી લોકડાઉન લાદવું જાઇઍ તે અંગે ધરાર કોઇ પ્રક્રિયા કરી નથી. માલેતુજારોનાં પૈસા અને માલેતુજારોની પ્રતિષ્ઠા સામે આમજનતાની જિંદગીની કોઇ કિંમત નથી તે આ છેલ્લા બે દિવસની જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી અને અટકાયતી પગલાં જાઇને સ્પષ્ટ થાય છે.