- સરકારે ૨૦૧૬-૧૭માં પારડી ખાતે ગર્વમેન્ટ સાયન્સ કોલેજનાં આધુનિક કેમ્પસ માટે રૂ. ૨૦ કરોડ ફાળવી દીધા, ઉચ્ચ શિક્ષણ વિભાગનાં કમિશ્નરે સને ૨૦૧૬-૧૭માં વલસાડ કલેક્ટર કચેરીને જમીન ફાળવી આપવા માટે પત્ર લખ્યા છે પણ હજુ સુધી વલસાડ કલેક્ટર કચેરી પારડી સાયન્સ કોલેજ માટે જમીન ફાળવી શક્યું નથી
- પારડીની જુની મામલતદાર કચેરી ખાતે કાર્યરત પારડી સાયન્સ કોલેજ
- બાલ્દા ખાતે સરકારી સાયન્સ કોલેજ માટે કોઇપણ સંજાગોમાં જમીન નહીં ફળવાય તેના કાવાદાવામાં ત્રણ વર્ષ નિકળી ગયા
- આઇટીઆઇ કેમ્પસને લાગુ સરકારી પડતરમાં સર્વે નંબરો સાથેની જમીનોની માંગણી સાયન્સ કોલેજે કરી તો હવે વલસાડ કલેક્ટર કચેરી જાણી જાઇને ગુંચવણ ઉભો કરતો પત્ર મામલતદારને લખી આખું પ્રકરણ વિચીત્ર પરિસ્થિતિમાં મુકી દીધું
- પારડી સાયન્સ કોલેજનાં તંત્રઍ જાતે સરકારી જમીનો તેમજ પારડી આઇટીઆઇના ૨૧ ઍકર કેમ્પસમાંથી આઠ ઍકર જમીનની માંગણીનાં વિકલ્પો આપ્યા છતાં પણ કોઇ કાર્યવાહી નહીં
- પારડી આઇટીઆઇના સ્થાનિક તંત્રઍ તાલીમ અને રોજગાર નિયામકને જાણી જાઇને ગેરમાર્ગે દોરીને પારડી સાયન્સ કોલેજ માટે પોતાના કેમ્પસમાં જમીનની ફાળવણી નહીં થાય તે માટે ગેરમાર્ગે દોર્યા
- સાયન્સ કોલેજના આચાર્યઍ બાલ્દા ખાતે સર્વે નં.- ૩૪૬ થી ૩૪૯ પૈકીની સરકારી પડતર જમીનની માંગણી કરી હતી તો વલસાડ કલેક્ટર કચેરીઍ જાણી જાઇને ડફોળ બનીને કે પછી ઇરાદાપૂર્વક પારડી મામલતદારને સર્વે નં.- ૩૪૫ (ખાનગી માલિકીની) વાળી જમીન આપી શકાય કે કેમ? તેની દરખાસ્ત અને તપાસ અહેવાલ તૈયાર કરવા જણાવ્યું
વલસાડ,
ગુજરાત સરકારમાં અત્યારે સ્થિતિ ઍવી છે કે, ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઅો બેઠા બેઠા સમગ્ર રાજ્યનાં વિકાસ માટે અનેક યોજનાઅો તૈયાર કરીને બજેટમાં ગ્રાન્ટની ફાળવણી કરે છે. પરંતુ જિલ્લા અને તાલુકા કક્ષાઍ સ્થિતિ ઍટલી બધી ખરાબ છે કે, સરકાર દ્વારા વિકાસ માટે મંજૂર થયેલા અનેક કામો શરૂ કરવા માટે પ્રશાસન કોઇ જહેમત ઉઠાવતું નહીં હોય કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણવપરાયેલી રહે છે અને કામો થતા જ નથી. દક્ષિણ ગુજરાત વર્તમાનને તાજેતરમાં જ રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ વિભાગે વલસાડ જિલ્લાના પારડી ખાતે શરૂ કરેલી સરકારી વિજ્ઞાન કોલેજનાં સંપૂર્ણ નવા આધુનિક મકાન માટે સને ૨૦૧૬-૧૭નાં બજેટમાં રૂ. ૨૦ કરોડની ફાળવણી કરી દીધી હતી. પરંતુ જિલ્લા પ્રશાસન હજુ સુધી પારડી ખાતે આ નવી સરકારી વિજ્ઞાન કોલેજનાં મકાન માટે માર્ગ અને મકાન વિભાગને જરૂરિયાત મુજબની આઠ ઍકર જમીન ઉપલબ્ધ કરાવી શક્યું નથી. જેના કારણે આધુનિક સાયન્સ કોલેજ શરૂ થઇ શકતી નથી. બીજી તરફ તકલીફ ઍ છે કે, સને ૨૦૧૪માં શરૂ થયેલી પારડી ખાતેની સરકારી વિજ્ઞાન કોલેજ હાલમાં પારડી હાઇવે ખાતે આવેલી જુની મામલતદાર કચેરીમાં કાર્યરત છે. જેમાં લગભગ ૭૫૬ વિદ્યાર્થીઅો અભ્યાસ કરી રહ્ના છે.
પારડી ખાતે નવી આધુનિક કક્ષાની વિશાળ ગર્વમેન્ટ સાયન્સ કોલેજ બનાવવા માટે રાજ્ય સરકારે ૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હવે આ માટે આઠ ઍકર જમીનની જરૂરિયાત છે. હાલમાં જુની મામલતદાર કચેરીમાં ચાલતી આ સાયન્સ કોલેજનાં વહીવટી તંત્રઍ આઠ ઍકર જેટલી જમીન મેળવવા માટે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીથી માંડીની બધી જ જગ્યાઍ પ્રયત્ન કર્યા. પરંતુ ત્રણ-ત્રણ વર્ષથી હજુ સુધી જિલ્લા પ્રશાસન સાયન્સ કોલેજ માટે જમીન ઉપલબ્ધ કરાવી શક્યું નથી. દક્ષિણ ગુજરાત વર્તમાને આ મુદ્દે કરેલા ઇન્વેસ્ટીગેશનમાં જાણવા મળ્યા મુજબ હાલમાં પારડી ખાતે જે આઇટીઆઇ કોલેજ આવેલી છે તે કોલેજ પાસે લગભગ ૨૧ ઍકર જેટલી જમીન ઉપલબ્ધ છે. સાયન્સ કોલેજનાં વહીવટીતંત્રઍ જિલ્લા પ્રશાસનની સાથે સંકલન કરીને આઇટીઆઇનો વહીવટ કરતાં રોજગાર અને તાલીમ વિભાગ પાસે પારડીનાં આઇટીઆઇના આ કેમ્પસમાં સરકારી સાયન્સ કોલેજ બનાવવા માટે પાંચ થી આઠ ઍકર જેટલી જમીનની માંગણી કરી હતી. પરંતુ રોજગાર અને તાલીમ વિભાગનાં નિયામકે પારડી આઇટીઆઇવાળી જમીન દાનમાં મળેલી હોવાનું જણાવી સાયન્સ કોલેજ માટે આ જમીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. હાલમાં આઇટીઆઇ કેમ્પસની ૨૧ ઍકર જેટલી જગ્યામાંથી માત્ર દોઢ બે ઍકર જેટલો જ વપરાશ થઇ રહ્ના છે અને બાકીની જમીન પડતર છે. આ મુદ્દે પારડી આઇટીઆઇ કોલેજનાં તંત્રઍ નેગેટીવ ઍપ્રોચ રાખીને કોઇપણ રીતે સાયન્સ કોલેજ માટે જમીન આ કેમ્પસમાં નહીં ફળવાય તેવા સફળતાં પૂર્વક પ્રયાસો કર્યા હતા. આઇટીઆઇનું તંત્ર હાલનાં પારડી ખાતેનાં કેમ્પસમાં આરટીઆઇના પાકા-કાચા લાયસન્સ માટેના રેમ્પ અને રોડ બનાવવાના હોવાથી અહીં જગ્યાની ઘટ્ટ પડશે તેવી વાત ચલાવીને ગાંધીનગર તેમનાં વિભાગનાં નિયામકને ગેરમાર્ગે દોર્યા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારબાદ પારડી આઇટીઆઇનાં સ્થાનિક તંત્રઍ સદરહુ જમીન આઇટીઆઇને દાનમાં મળી હોવાનું સાયન્સ કોલેજ માટે અહીં જમીન ફાળવી શકાય નહીં તેવો વાહિયાત તર્ક ઉભો કરીને નિયામકને ગેરમાર્ગે દોર્યા છે. આ બધી બાબતોમાં બબ્બે વર્ષ નિકળી ગયા. દરમ્યાન ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નરશ્રીઍ ૨૦૨૦નાં અોગષ્ટ માસમાં વલસાડ કલેક્ટરશ્રીને ઍક પત્ર લખીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬-૧૭માં જે નવી સરકારી કોલેજા શરૂ કરવાની દરખાસ્ત કરી હતી જે પૈકી વલસાડ જિલ્લામાં ભિલાડ ખાતે અને પારડી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજા માટે હજી સુધી જમીનો ફાળવવામાં આવી નથી. આ બંને કોલેજા માટે જમીન ફાળવણીનાં હુકમ, માપણી અને જમીનનું પઝેશન સોîપવાનું બાકી હોવાથી જમીનનો કબ્જા માર્ગ અને મકાન વિભાગને સોîપી શકાયો નથી. જેના કારણે કોલેજ માટેના મકાનોનું બાંધકામ થઇ શકતું નથી. તેથી આ પડતર બાબત તાકીદે ઉકેલવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી રાવલને ઍક પત્ર પાઠવ્યો હતો. ઍ પછી વલસાડ કલેક્ટર રાવલ સાહેબે આ મેટર હાથ પર લીધી અને પારડી સાયન્સ કોલેજનાં આચાર્યને ઉપલબ્ધ જમીનો બાબતે કલેક્ટરશ્રીને રિપોર્ટ મોકલવા જણાવ્યું હતું.
હવે ખરેખર તો આ કામ મહેસુલ વિભાગનાં અધિકારીઅોઍ કરવાનું હોય છે. જિલ્લામાં બબ્બે સાયન્સ કોલેજા બાંધવા માટે સરકાર કરોડો રૂપિયા ફાળવીને બેઠી હોવા છતાં ત્રણ-ત્રણ વર્ષથી વલસાડ કલેક્ટર કચેરી સાયન્સ કોલેજ માટે જમીન ઉપલબ્ધ કરાવવા માટેની કવાયત કરવાની જગ્યાઍ કલેક્ટરશ્રીની કચેરીઍ જમીન શોધવાની જવાબદારી ગર્વમેન્ટ સાયન્સ કોલેજ પારડીને માથે નાંખી દીધી. પરંતુ પારડી સાયન્સ કોલેજનાં આચાર્યઍ તો નવેમ્બર ૨૦૧૯-૨૦માં જ વલસાડ કલેક્ટર કચેરીને કોલેજના નવા બાંધકામ માટે પારડી તાલુકાના બાલ્દા ખાતે આવેલા આઇટીઆઇના કેમ્પસવાળી સર્વે નં.- ૩૪૬, ૩૪૭, ૩૪૮ અને ૩૪૯ વાળી જમીનો અનુકૂળ છે. તે સિવાય આઇટીઆઇવાળી જમીનને લાગુ આશરે નવ ઍકર જેટલી સર્વે નં.- ૩૪૬, ૩૪૭, ૩૪૮ પૈકીની જમીન સરકારી હોવાનું અને તે પડતર હોવાની માહિતી મોકલી આપી હતી. પારડી સાયન્સ કોલેજનાં આચાર્યઍ કલેક્ટરશ્રીને લખેલાં આ પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બાલ્દા ખાતેનાં સર્વે નં.- ૩૪૬, ૩૪૭, ૩૪૮ અને ૩૪૯ની જા માપણી કરવામાં આવે તો આઇટઆઇ કેમ્પસ સિવાય પણ નવ ઍકર જેટલી જમીન સરકારી પડતર છે તે જમીન જા સાયન્સ કોલેજને ફાળવી આપવામાં આવે તો કોલેજ મકાનનું બાંધકામ શક્ય બનશે તેમ જણાવ્યું હતું. સને ૨૦૧૯ના નવેમ્બરમાં સ્પષ્ટ સર્વે નંબરો સાથે સરકારી પડતર જમીનની વિગતો સાયન્સ કોલેજનાં તંત્રઍ કલેક્ટરશ્રીને મોકલી આપ્યું હોવા છતાં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીઍ આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી જ નહીં. વલસાડ કલેક્ટર કચેરીને સાયન્સ કોલેજની ફાળવણી બાબતે કોઇ દિલચશ્પી જ નથી.
હવે ઍક નવું આડ્ઢર્ય બહાર આવ્યું છે. ગયા મહિને વલસાડ કલેક્ટર કચેરીઍ પારડી સાયન્સ કોલેજનાં નવા બાંધકામ માટે જમીન ફાળવણી કરવા માટે પારડી મામલતદારને ઍક પત્ર લખી પારડી તાલુકાના પરિયા ગામે આવેલી જુના સર્વે નં.- ૬૫૩ તેમજ બાલ્દા ગામ ખાતે આવેલી જુના સર્વે નં.- ૩૪૫ વાળી જમીન ફાળવણી માટે આઇટીઆઇ કોલેજની દરખાસ્ત અરજીની વિગતે તપાસ કરી ધોરણસરની દરખાસ્ત પ્રાંત અધિકારીશ્રીને મોકલી આપવાનો હુકમ કર્યો છે. હવે ઉલ્લેખનીય બાબત ઍ છે કે, બાલ્દા ખાતે આવેલી જુના સર્વે નં.- ૩૪૫ વાળી જમીન તો ખાનગી માલિકીની છે તેવું સાયન્સ કોલેજનાં આચાર્યનાં કલેક્ટરને લખાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે. પારડી સાયન્સ કોલેજનાં આચાર્યઍ તો બાલ્દા ગામની જુના સર્વે નં.- ૩૪૬, ૩૪૭, ૩૪૮ અને ૩૪૯ જમીન કે જેની ઉપર પારડી આઇટીઆઇની ૨૧ ઍકરનું કેમ્પસ છે તે જ સર્વે નંબરોવાળી જમીનમાં પૈકીની નવ ઍકર સરકારી પડતર જમીનની માંગણી કરેલી છે. હવે જુના સર્વે નં.- ૩૪૫ વાળી જમીન તો ખાનવી માલિકીની છે.
યેનકેન પ્રકારે બાલ્દા ખાતે આઠ ઍકર સરકારી પડતર જમીન કોઇપણ રીતે સાયન્સ કોલેજ માટે નહીં ફળવાય તેવું ઍક આયોજિત કાવતરુ ચાલી રહ્નાં છે. પરિયા ખાતે કોઇ જમીનની માંગણી સાયન્સ કોલેજનાં તંત્ર દ્વારા કરવામાં આવી જ નથી તેમ છતાં કલેક્ટર કચેરીઍ પરિયાની સરકારી જમીન અને બાલ્દાની ખાનગી માલિકીનો સર્વે નંબર મામલતદારને મોકલીને ઍક નવી ગુંચવણ ઉભી કરી આપી છે. આમા મામલતદાર કચેરી તો બાલ્દાનાં જુના સર્વે નં.- ૩૪૫ વાળી જમીન ખાનગી હોવાનો રિપોર્ટ કરીને બાલ્દા ખાતેથી સાયન્સ કોલેજ માટે જમીન ફાળવણીનો આખી બાબતનો છેદ ઉડાડી દેશે. હવે પરિયા ખાતાના સૂચિત સર્વે નંબરની વર્તમાન પરિસ્થિતિ બાબતે મામલતદાર કચેરી પરિસ્થિતિનો તાગ લેવા માટે હજુ મહિનાઅો ખેîચી કાઢશે.
મુદ્દો ઍ છે કે, સને ૨૦૧૬-૧૭માં પારડીમાં નવી સાયન્સ કોલેજનાં બાંધકામ બાબતે સરકારે ૨૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે અને ઉચ્ચ શિક્ષણ વિભાગનાં કમિશ્નરશ્રીઍ પણ આ અંગે સંપૂર્ણ કામગીરી માટેનો તુમાર વલસાડ જિલ્લા પ્રશાસનને મોકલી આપેલો છે. આખી વાતને સાડા ત્રણ વર્ષ થવાના છતાં હજુ તો જમીનનાં ઠેકાણા નથી. આ ઍક જિલ્લા પ્રશાસનની બેદરકારી અને બિનજવાબદારીનો ઉત્કૃષ્ટ નમૂનો છે.