Headlines
Home » ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા 5 કહેવાતા પત્રકારો પૈકી 2 ને એક દિવસના રિમાન્ડ, 3 જામીન પર મુક્ત

ખંડણી કેસમાં ધરપકડ કરાયેલા 5 કહેવાતા પત્રકારો પૈકી 2 ને એક દિવસના રિમાન્ડ, 3 જામીન પર મુક્ત

Share this news:

વલસાડ જિલ્લામાં ખંડણી ના કેસમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા 2 કથિત મહિલા પત્રકાર અને તે બાદ અન્ય 3 પત્રકારોને વાપી ટાઉન પોલીસે ગુરુવારે વાપી કોર્ટમાં રજૂ કર્યા હતાં. જે કેસમાં નામદાર કોર્ટે 2 મહિલા પત્રકારના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય 3 કથિત પત્રકારોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

વાપીમાં થોડા દિવસ પહેલા મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ના નામે ટ્રસ્ટની રચના કરી તેમાં પ્રમુખ તરીકે જયરૂપદાસ ઉર્ફે જગદીશ વૈષ્ણવ, જ્યારે સેક્રેટરી તરીકે સોનિયા ચૌહાણ, ટ્રેઝરર તરીકે ક્રિષ્ના ઝા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે સેમ એમ. શર્માની નિમણૂક કરાઈ હતી. જે બાદ વાપીના એક સ્પા સંચાલકે સોનિયા ચૌહાણ, ક્રિષ્ના ઝા અને સેમ એમ. શર્માએ 5 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.

તો ઉમરગામના ફણસા ખાતે ક્લિનિક ધરાવતા તબીબ પાસે પણ આ લોકોએ 1.80 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ક્લિનિકના તબીબે વાપી ટાઉનમાં નોંધાવી હતી. જે ફરિયાદમાં 1.80 લાખની રકમ કુલ 12 લોકો માટે હોય તેવો ઉલ્લેખ કર્યો હતો. આ બંને કેસમાં શરૂઆતમાં ભૂગર્ભમાં રહેનાર બંને કથિત મહિલા પત્રકાર અને 1 કથિત પુરુષ પત્રકાર પૈકી બને મહિલાઓ પોલીસ સ્ટેશનને શરણે આવી જતા અને આ ખંડણી કેસમાં અન્ય ત્રણ કહેવાતા પત્રકારો જગદીશ વૈષ્ણવ, ઇક્રમ સૈયદ અને કિન્નર દેસાઈને ટાઉન પોલીસે બોલાવી તમામને વાપી કોર્ટમાં રજૂ કર્યા હતાં.

આ કેસમાં ટાઉન પોલીસે 1.80 લાખની રિકવરી સંદર્ભે બંને મહિલા પત્રકારોના રિમાન્ડ માંગતા નામદાર કૉર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજુર કરી અન્ય 3 પત્રકારોના જામીન મંજુર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ ખંડણી નો કેસ વલસાડ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

તો, સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ખંડણી ના આ કેસ બાદ મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીના પ્રમુખ જયરૂપદાસ ઉર્ફે જગલો ઉર્ફે જગદીશ વૈષ્ણવ આણી મંડળીએ વાપીની એક સ્કૂલના સંચાલક પાસેથી પડાવેલ 90 હજાર રૂપિયામાંથી 60 હજાર રૂપિયા પરત કરી માફી માંગી લીધી છે. તેમજ આવા જ અન્ય કેટલાક લોકો પાસેથી પણ શરૂઆતમાં ઉઘરાણું કરનાર આ મંડળીએ તેઓની પણ માફી માંગી અમુક રકમ પરત કરી છે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *