વલસાડ શહેરમાં ગણેશ મહોત્સવને પગલે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા સુમેરે આ પર્વ પાર પડે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નગરમાં બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે. ભક્તોને કોઇ સમસ્યા ન થાય તે માટેની તમામ તૈયારી વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી ત્યાં વલસાડ નગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળે તમામ તૈયારીઓ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. આના હેઠળ નગરપાલિકા દ્વારા ઔરંગા નદી પર વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યા છે. હાલ ઔરંગા નદી પર બે તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી ભાવી ભક્તો સરળતાથી શ્રીજી વિસર્જન કરી શકે. ઔરંગા નદી બંદર પર વિસર્જનના દિવસે કોઇ સમસ્યા ઉભી ન થાય તે માટે કિનારે વિસર્જન વખતે લેવાતી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી