વલસાડ
75 માં સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના 34 રાજ્યોમાં ફિટ ઇન્ડિયાનાં પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સ આજરોજ વલસાડ આવી પહોંચતા વલસાડ રોયલ ક્રૂઈજર ગ્રુપે તેમનું સન્માન કર્યું હતું.
આ ટુરનો પ્રારંભ 9મી સપ્ટેમ્બરે દેશના ગૃહ મંત્રી અમિત શાહે લીલી ઝંડી આપીને કરાવ્યો હતો. આ ટૂરમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આઆવેલાં 10 મહિલા અને 65 પુરુષ રાઈડરો 18000 થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે. જેમાં 34 રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે ફીટ ઇન્ડિયાનો પ્રચાર કરશે. વલસાડના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલી સતનામ હોટલ પાસે વલસાડના રોયલ ક્રૂઇઝર ગ્રુપ દ્વારા તેમને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રોયલ ક્રૂઈઝર ગ્રુપના દેવાંગભાઈ વોરા, ઓસ્ટિનભાઈ પરમપીલ, હર્ષદ આહિર, હેમલ પટેલ, નિલેશ પટેલ, હાર્દિક સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ભક્તિ લીમાયે જોડાયાં હતાં.