આદિવાસી ડુંગરાળ મીંઢાબારી વિસ્તાર જે વાંસદા તાલુકામાં અજમલગઢ સુપ્રસિદ્ધ પ્રવાસધામ નજીક છે, ત્યાંના આદિવાસીઓ મોટેભાગે ડુંગરાળ વિસ્તારમાં અધ્યતન ખેતી પદ્ધતિથી વંચિત છે ત્યારે ત્યાંના નિવૃત્તિ નાયબ કાર્યપાલક ઇજનેર જીવણભાઈ ગાંવિતના સુપુત્ર જીગરે અત્યંત આધુનિક ડ્રોન બનાવેલ તેનો પ્રથમ ઉપયોગ ૫મી માર્ચે ગોવા ખાતે ફૂટબોલ લીગમાં થતા તેનું જીવંત પ્રસારણ જોઈ ગાન્વિત પરિવાર અને કુટુંબીજનો ભાવવિભોર બની ગયા હતા. પ્રાપ્ત વિગત મુજબ પછાત આદિવાસી વિસ્તારના જીગરે માલીબા કેમ્પસમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાંથી બી.ઈ.સિવીલ- એમ.ટેક.- સ્ટ્રક્ચરનો સફળતાપૂર્વક અભ્યાસ કરી રેડીયો કંટ્રોલથી ચાલતા હોડી-કાર જેવા વિવિધ સાધનો બનાવવાની લગનીને લીધે ડ્રોન બનાવવાનુ શરૂ કર્યું હતું ૨૦૧૨થી ૨૦૧૫ સુધીમાં પોતાની ડિઝાઇન મુજબ છ પ્રોપેલર હેક્ઝાકોપ્ટર બનાવ્યા હતા જેનો વિડીયો youtube પર તેમણે ફરતો કર્યો હતો. જીગર ના દિલ્હીના મિત્રને ખબર પડી કે મુંબઈની આઈઓટી સ્પોર્ટીંગ કે જે ફૂટબોલ કોચિંગ પણ કરે છે તેને ફૂટબોલની રમતના પ્રારંભમાં ફૂટબોલ પહોંચાડવા માટે ડ્રોનની જરૂર છે જે આધારે નેટના માધ્યમથી ચર્ચા-વિચારણા બાદ ૪૮ કલાકમાં મુંબઈ જઈને ડ્રોનનો ડેમો પણ બતાવવામાં આવતા તેમણે પસંદ કરતા એફ-૫૫૦ મૉડેલના ૨૨×૨૨ ઇંચના ૫ લાખથી વધુની કિંમતના ડ્રોનની હાથોહાથ ડીલીવરી ડિસેમ્બરમાં ગોવા ખાતે જઈને કરવામાં આવી.

તા.૫-૩-૨૧ની સંધ્યાએ ગોવા ખાતે મુંબઈ અને ગોવા વચ્ચેની ફૂટબૉલ લીગનું જીવંત પ્રસારણ star sports ચેનલ પર થતું હતું જેમાં બંને ટીમ માટેનો ફૂટબોલ જીગરે બનાવેલા ડ્રોન દ્વારા ઉતારવામાં આવ્યો જે અદભૂત દ્રશ્ય હતું. જે જોઈને જીગર પરિવારની છાતી ગજગજ ફૂલાતી હતી. આદિવાસી વિસ્તારના તાંત્રિક યુવાધન પણ કાઠું કાઢી શકે છે-મોદીના સ્વનિર્ભર અભિયાનને સાર્થક કરે છે, જરૂર છે આવા યુવા વૈજ્ઞાનિકોને સહકાર-પ્રોત્સાહનની. હાલમાં જીગર ખેતીવાડીમાં જે છંટકાવ કરવામાં આવે છે તેના માટેના વિશેષ ડ્રોનની તૈયારી કરી રહ્યો છે જેનાથી પાંચ સાત કલાકનું છંટકાવકામ એક કલાકમાં થઈ શકશે.