નવસારી જિલ્લામાં કલાબજારીયાઓ ફરી ગેલમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. હાસ જ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા વાંસદા પુરવઠા મામલતદાર ઊંઘતા ઝડપાયા છે. વાંસદા નજીક આવેલ ગોઘાબારીમાં આવેલ ધી મોટીભમતી સેવા સહકારી મંડળી લી.ના સંચાલક દ્વારા ગરીબ આદિવાસીનું અનાજ ઓહિયા કરી જવાનો સમગ્ર ખેલ કેમેરામાં કંડારાઈ જવા પામી છે.
આ ઘટના કઈક એવી હતી કે ગરીબ આદિવાસીઓને નિયત કરાયેલ જથ્થા કરતા આ દુકાન સંચાલક તોલમાપ દરમ્યાન વજનકાંટા પર મીઠાની થેલી મૂકી દઈ લાભાર્થીને 2 થી 3 કિલો અનાજ ઓછું આપતો હતો. આમ આ દુકાનદાર બચેલું અનાજ સીધેસીધું કાળાબજારમાં જ સગેવગે થતું હતું. હાલમાં વાંસદા તાલુકા પુરવઠા મામલતદાર અને વાંસદા તાલુકાના જ એક કુખ્યાત કાળાબજારીયાની મહેરબાનીથી આ સમગ્ર ખેલ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે DSO વિશાલ યાદવજી તલસ્પર્શી તપાસ કરાવડાવે તે જરૂરી છે..