વાપી ટાઉન પોલીસે બુધવારે વહેલી સવારે વાપી હાઇવે પરથી 31 ડિસેમ્બરની પાર્ટી માટે લઇ જવાતો દારૂ ભરેલો એક આઇસર ટેમ્પો ઝડપી પડ્યો હતો. જેમાં એક આરોપી ની અટક કરી તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ, વલસાડ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા ના માર્ગ દર્શન મુજબ, વાપી નાયબ પોલિસ અધીક્ષક વી. એમ. જાડેજા ની બાતમી આધારે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ આર.ડી. મકવાણાની ટીમે વાપી મોરાઇ ફાટક નજીક હાઇવે પર વહેલી સવારે વોચ ગોઠવી બાતમી વાળો આઇસર ટેમ્પો નંબર જીજે. 23 એટી 1645 આવતા ટેમ્પો ને અટકાવી તપાસ કરતાં ટેમ્પોમાં એલ્યુમિનિયમ ની પેટ્ટી ની આળ માં દારૂ નો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો.
ટેમ્પો ચાલક અશોકકુમાર ગોકલારામ વિશ્નોઇને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો માંથી દારૂ ની બોટલ નંગ 12912 જેની કિંમત રૂપિયા 15 લાખ તથા ટેમ્પો ની કિંમત રૂપિયા 12 લાખ અને એલ્યુમિનિયમ ની પેટ્ટી ની કિંમત રૂપિયા 6 લાખ મળી અંદાજે રૂપિયા 33 લાખ 52 હાજર નો મુદામાલ કબ્જે કરીયો હતો. આ દારૂ નો જથ્થો 31 ની ઉજવણી માટે સેલવાસ થી રાહુલ નામના વ્યક્તિએ અંકલેશ્વર ખાતે જગદીશ ભાઈ ને મોકલાવ્યા હોવાનો ડ્રાઈવરે કબુલ્યું હતું. આ અંગે વાપી પોલિશ મથકે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રાવણે ફરિયાદ આપી આગળ ની તપાસ હાથ ધરી છે.