લોકાર્પણ અને ખાતમુહૂર્ત જલદી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આચાર સંહિતા પહેલા વિવિધ લોકાર્પણ થઈ રહ્યા છે. રાજ્ય ઉપરાંત જિલ્લા લેવલે પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે.
રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને આજે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાશે. પંડિત દિન દયાળ હોલ સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
જન-જન સુધી સરકારી સેવાઓ અને લાભો પહોંચાડવા માટે રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ શ્રેણીમાં જિલ્લામાં આજે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦:૦૦ કલાકે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોનું ઈ- લોકાર્પણ તેમજ રૂ.૭૫.૭૪ કરોડના ૩૧૪ કામોનું ઈ – ખાતમુહૂર્ત એમ એકંદરે કુલ રૂ.૧૧૧.૨૭ કરોડના ૫૨૪ કામોનું ઈ- લોકાર્પણ તથા ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવશે.