આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી હવે પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ લીપીના પુસ્તકો ઓછા વાંચે છે ત્યારે પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના પુસ્તકાલયનો ૬૦માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં હાલ ૧૨૦૦૦થી વધુ પુસ્તકોનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે અને ભારતભરમાં તે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે પરંતુ વાચકોની સંખ્યા માત્ર ૮૫ જ રહી છે.
પુસ્તકાલય સ્થાપનાનો હેતુ પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ સ્વ. કાનજીભાઇ જમનાદાસ પોપટે આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. લાધીબૅન વાલજીભાઇ લાંઢિચા અંધજન પુસ્તકાલય પોરબંદરના પેરેડાઇઝ ારાથી વીરભનુની ખાંભી તર જતા રસ્તે ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ પાસે આવેલું છે. સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઇ પોપટે જણાવ્યું હતું કે આ સંસ્થાનો હેતુ, સારા એ ભારતમાં વસતા અંધજનોને તેમને ઘરે બેઠા બેઠલ પુસ્તકો વાંચવા માટે પૂરા પડવાનો છે. આ માટે વાંચકો પાસેથી કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી. માત્ર અંધજનોને ઘરે રહી ચાહે તે ગામડામાં વસતા હોય કે શહેરમાં બેઇક પુસ્તકોનો લાભ ઉઠાવી જ્ઞાનવૃધ્ધિ કરે. અંધ વ્યક્તિનું મન સુસાહિત્ય દ્વારા પ્રફુલ્લીત રહે અને તેની બુધ્ધિનો વિક્કસ થાય તથા જ્ઞાન પિપાશા પૂર્ણ થાય તે હેતુથી જ આ સંસ્થાએ પોતાનું કાર્ય કરેલ છે અને વ્યક્તિ પાસે જો કોઇપણ કામ નહીં હોય તો, કાં તો તે નિષ્ક્રિય બની જશે અથવા હતાશ અનેક બની જશે અને તે દુ: ખ પણ તેને પોતાના અંધાપા કરતા પણ વધુ દુ:ખકર બની રહેવાનું આવી પરિસ્થિતિમાં પુસ્તકોનું વાંચન તેના જીવનમાં એક પ્રકારનો આનંદ અને રસ રેડે છે. પુસ્તકો તેના સાચી જેવા બની રહેતા હોય છે. આમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રમાં જે એક મધ્યવર્તી બ્રેઇલ પુસ્તકાલયની આવશ્યકતા હતી તે આ રીતે પૂરી થઇ છે.
પુસ્તકો અનિલભાઈ પોપટ્ટે જણાવ્યું હતું કે ભારતભરમાં નિ:શુલ્ક પુસ્તકો ઘર બેઠા આપવામાં આવી રહ્યા છે. સંસ્થાના વિકાસ વિષે તેમણે જણાવ્યું હતું કે અંધજનોને વૈવિધ્યપૂર્ણ વાંચન પૂરું પાડવા માટે આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. બ્રેઇલ પુસ્તકો તૈયાર કરવા ઘણા ખર્ચાળ હોવાથી દરેક અંધજન પોતાના અંગત બ્રેઇલ પુસ્તકો વસાવી શકે નહીં. આ ઉપરાંત દરેક ગામમાં બ્રેઇલ પુસ્તકો મળી શકે તેવી સવલતો પણ હોતી નથી. આ પ્રકારના બ્રેઇલ પુસ્તકાલય અંધ ભાઇ-બહેનોની જ્ઞાન પીપાશા સંતોષી શકે છે અને તેમના જ્ઞાનમાં વૃધ્ધિ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આવા શુભ હેતુથી સ્થાપવામાં આવેલ લોઢિયા અંધજન પુસ્તકાલયનું કાર્ય અને સંચાલન શ્રી અનિલભાઇ કાનજીભાઇ પોપટે સંભાળ્યા પછી તેનો ઉત્તરોત્તર વિકાસ ઘો રહ્યો છે.