વોડાફોન-આઈડિયાએ મોબાઈલ ફોનના ધારકો માટે નવો પ્રિપેઈડ પ્લાન અમલી કર્યો છે. જેમાં ગ્રાહકને 267 રૂપિયામાં 25 GB ડેટા અને સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળશે. વળી, આ પ્લાનની અવધિ 30 દિવસની રહેશે. એટલે કે, હાલમાં 28 દિવસના કોઈપણ નેટવર્કના પ્લાન સામે બે દિવસ વધુ મળશે. Viએ આ પ્લાનને તમામ 23 સર્કલના રાજ્યો માટે લોન્ચ કર્યો છે. આ પ્લાન કંપનીની વેબસાઈટ અને એપ પર અવેલેબલ છે. કંપનીના 128 રૂપિયાના પ્રીપેઈડ રિચાર્જ પ્લાનને MyVi વેબસાઈટ અને એપના પ્લાન વાઉચર સેક્શનમાં જોઈ શકાય છે. આ ઉપરાંત એમેઝોન પે, ગૂગલ પે અને ફોન પેથી પણ ગ્રાહક આ પ્લાનનું રિચાર્જ કરાવી શકે છે. હવે વીઆઈના નવા 267ના પ્લાનમાં ગ્રાહકને 100 SMS પ્રતિદિન ફ્રી મળશે. તેની વેલિડિટી પણ 30 દિવસની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, 267 રૂપિયાની યોજનાનો લાભ લેનાર ગ્રાહકને Vi મૂવીઝ અને ટીવી એપનો એક્સેસ મળે છે.
હાલમાં જિયો કંપનીએ આ પ્લાન બદલ ગ્રાહક પાસેથી 247 રૃપિયા વસુલે છે. એટલે કે, Viનો પ્લાનનો લાભ લેવા માટે ગ્રાહકે 20 રૃપિયા વધુ ચુકવવા પડશે. આ સાથે વીઆઈએ 128 રૂપિયાનો પ્રી-પેઈડ પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેમાં 28 દિવસ સુધી Vi ટુ Vi નાઈટ મિનિટ ફ્રી મળે છે. ઓનલી ટેક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, આ પ્લાન કેટલાક જ સર્કલમાં અવેલેબલ છે. તેમાં મુંબઈ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ (ઈસ્ટ) અને ઉત્તર પ્રદેશ (વેસ્ટ) સામેલ છે. જોકે અન્ય સર્કલમાં ટૂંક સમયમાં આ પ્લાન લોન્ચ થશે. Viની જેમ એરટેલે પણ 128 રૂપિયાનો પ્રીપેઈડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં લોકલ અને STD કોલ પર 2.5 પૈસા/સેકન્ડના દરથી 28 દિવસ સુધી મળે છે. જોકે, એરટેલ પ્લાનમાં ઓન નેટ મિનિટ સામેલ નથી.
ઓછો ડેટા કન્ઝ્યુમ કરતાં યુઝર્સ માટે કંપનીએ આ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં કોલિંગની સુવિધા મળે છે. તેમાં 10 લોકલ ઓન નેટ નાઈટ મિનિટ્સ મળે છે આ સાથે જ લોકલ અને નેશનલ કોલ પર 28 દિવસ સુધી 2.5પૈસા/ સેકન્ડનો ચાર્જ લાગે છે. નાઈટ મિનિટ્સ રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉપયોગમાં લઈ શકાય છે. ગયા મહિને Viએ 447 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. તેમાં 50 GBનો ડેટા અને 60 દિવસની વેલિડિટી આપવામાં આવી હતી. આ પ્લાન જિયોના 447 રૂપિયાના પ્લાન સમકક્ષ જ છે. Vi કસ્ટમર 128 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો લોકલ માટે 1 રૂપિયા પ્રતિ મેસેજ, STD મેસેજ માટે 1.5 રૂપિયા અને ISD મેસેજ માટે 5 રૂપિયા પ્રતિ મેસેજના કપાશે. આ માટે ગ્રાહકે તેના ખાતામાં વધારાનું બેલેન્સ રાખવું પડશે.