ગુજરાતના સુરત શહેરમાં એક રિક્ષા ચાલકનો હ્રદ્રયદાવક વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલી મોતની આ જીવંત તસવીરો સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા સરકારી બસ સ્ટેન્ડની સામે છે. એક ઓટો ડ્રાઇવર પોતાની ઓટો સાથે અહીંથી પસાર થતો જોવા મળે છે, જેમાં મુસાફરો પણ પાછળ બેઠા છે. ઓટો ડ્રાઈવર અચાનક રસ્તા પર પોતાની ઓટો રોકી દે છે અને પછી આંખના પલકારામાં ઓટો ડ્રાઈવર ડ્રાઈવર સીટ પરથી રસ્તા પર નીચે પડી જાય છે. ઓટો ડ્રાઈવરને અચાનક રસ્તા પર પડતા જોઈને કેટલાક લોકો તેની મદદ કરવા તેની પાસે પહોંચ્યા પણ તેને ત્યાંજ દમ તોડી દીધો.
સીટ પાછળ લગાવેલા સાઈનબોર્ડ પરથી રિક્ષા ચાલકનું નામ બહાર આવ્યું છે, મૃતક રિક્ષા ચાલકનું નામ યુનુસ શેખ હોવાનું સામે આવ્યું છે. 33 વર્ષીય યુનુસ શેખ ઓટો ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો પરંતુ તે ખેંચ અને સુગરથી પીડાતો હતો. પરિવારે પોલીસને આ વાત જણાવી છે.સોશિયલ મીડિયા પર વાયરલ મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સુરતના યુનુસ શેખ નામના આ ઓટો ડ્રાઈવરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.