બિહારમાં ચોરીઓ ખૂબ જ ચર્ચાનો વિષય બનતી જાય છે. ચાલો તમને એવી જ કેટલીક ચોરીઓ વિશે જણાવીએ જેણે લોકોને ચોંકાવી દીધા. તમે થોડા સમય પહેલા મોબાઈલ ટાવર અને બ્રિજની ચોરીની કહાની તો સાંભળી જ હશે. એટલું જ નહીં બિહારમાં રોડ ચોરીનો મામલો સામે આવ્યો છે. હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જોઇને લોકો દંગ રહી ગયા. તમે કલ્પના પણ નહીં કરી શકો કે ચોર આ કેટલી હદે કરી શકે છે. સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં બિહારના ચોર ચાલતી માલસામાન ટ્રેનમાંથી ઓઇલ ચોરી કરતા ઝડપાયા છે.
તાજેતરના વિડિયોમાં, બિહારના ચોરોએ પટનાના વહીવટી પેટાવિભાગ બિહતામાંથી પસાર થતી ઓઇલ ટેન્કર ટ્રેનને નિશાન બનાવી હતી. આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેણે વીડિયોની સાથે લખ્યું છે કે, ‘બિહારમાં ચાલતી માલસામાન ટ્રેનમાંથી ઓઇલની ચોરી થવા લાગી. આ વીડિયો બિહારના પટના જિલ્લાના બિહતા નગરનો હોવાનું કહેવાય છે, જેમાં ચાલતી માલસામાન ટ્રેનમાંથી ચોરીનું દ્રશ્ય છે. એવું લાગે છે કે ઓઇલ ચોરી કરતી વખતે કોઈએ મોબાઈલ કેમેરામાં વીડિયો રેકોર્ડ કર્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. સ્થાનિકોએ ઓઇવના ટેન્કરો વહન કરતી પસાર થતી ટ્રેન પર હુમલો કર્યો અને પછી તેમની ડોલમાં ઓઇલ ભરવા દોડતા જોવા મળ્યા.
જો તમે વીડિયોમાં જોશો તો તમને દેખાશે કે ડોલમાં ઓઇલ ભરતી વખતે એક રેલવે બ્રિજ પરથી ટ્રેન પસાર થાય છે, જ્યાં ચોર જીવની પરવા કર્યા વિના ભાગી રહ્યા છે. માલગાડી તેના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલાં જ ચોરો ઓઇલની ચોરી કરવા માટે ઘૂસી ગયા હતા, જે કથિત રીતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ના ઓઇલ ડેપો તરફ જતી હતી. હજુ સુધી આ કૃત્ય સામે કોઈ કાર્યવાહીની જાણ કરવામાં આવી નથી. બિહારના બાંકા જિલ્લાના અમિયાવર ગામમાં 2 કિલોમીટર લાંબો રસ્તો અને 45 વર્ષ જૂનો લોખંડનો પુલ ચોરાઈ ગયાના અઠવાડિયા પછી આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.