ICCએ બુધવારે આઈસીસીના પુરુષ T 20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની બેટિંગ અને બોલિંગના રેન્કિંગ જાહેર કર્યા હતા. જેમાં કેએલ રાહુલે ત્રીજો નંબર જાળવી રાખ્યો હતો. જ્યારે કોહલી એક સ્થાન ઉંચે ચઢતાં સાતમા સ્થાને પહોંચ્યો હતો.
ન્યુઝીલેન્ડના ઓપનર ટીમ સિફર્ટ અને ઝડપી બોલર ટીમ સાઉદીએ પાકિસ્તાન સામે 2-1થી દૂરની શ્રેણીમાં જીતવા માટે મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી કારકિર્દીના શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. ન્યુઝિલેન્ડનો સિફર્ટ કુલ 176 રનની સાથે શ્રેણીમાં 24 સ્થાનની છલાંગ લગાવીને નવમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે સાઉદી કુલ છ વિકેટ ઝડપી 13માથી સાતમા સ્થાને પહોંચી ગયો છે. સાઉદી પણ તેની કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં ટોચના 10માં પહોંચવામાં સફળ રહ્યો છે. તે તેની કારકિર્દીની ટેસ્ટમાં ચોથો અને વનડેમાં નવમા સ્થાને છે.
રાહુલ અને કોહલી એકમાત્ર બે ભારતીય બેટ્સમેન છે જેણે ત્રણેય કેટેગરીના બેટ્સમેનો, બોલરો અને ઓલરાઉન્ડરોની ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. રાહુલ 816 પોઈન્ટ, ડેવિડ મલાન 915 અને બાબર આઝમ 820 પોઇન્ટ સાથે પાછળ રહ્યા હતા.
વિરાટ કોહલીના 697 પોઇન્ટ નોંધવામા આવ્યા છે. કોહલી ત્રણેય ફોર્મેટમાં ટોચના 10 રેન્કિંગમાં છે. વન-ડે બેટિંગ રેન્કિંગમાં કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર છે જ્યારે ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં તે બીજાક્રમે રહ્યો છે.
ડેવોન કોનવે (62મા) અને ગ્લેન ફિલીપ્સ (72મા) બીજા ન્યુઝીલેન્ડના ખેલાડીઓ છે, જેમણે બેટિંગ રેન્કિંગમાં આગળ વધાર્યું છે.
પાકિસ્તાન માટે મોહમ્મદ હાફીઝ 140 પોઈન્ટ વધીને 33મા સ્થાને છે. મોહમ્મદ રિઝવાન 152મા ક્રમેથી પાછળ ધકેલાયો છે. આઈસીસી મેન્સ ટી – 20 આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન ત્રણ પોઇન્ટથી હારી ગયું છે. જો કે, ન્યુઝીલેન્ડને ત્રણ પોઇન્ટનો ફાયદો થતા તે છઠ્ઠા સ્થાને છે. ઇંગ્લેન્ડ 275 રેટિંગ પોઇન્ટ સાથે ટીમ રેન્કિંગમાં આગળ છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ભારતનો નંબર આવે છે. બોલરોમાં ફહિમ અશરફ 13મા ક્રમે, શાહીન આફ્રિદી 16મા ક્રમે અને હરીફ રૌફ 67મા ક્રમે રહ્યો છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નબી અનુક્રમે ટી-20 બોલરો અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં આગળ રહ્યા છે.