ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ બુધવારે રમાશે. આ મેચમાં ભારતીય ચાહકોની નજર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. વાસ્તવમાં પર્લમાં યોજાનારી આ મેચમાં વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
કોહલી તેનો નવમો રન બનાવતાની સાથે જ તે વન-ડે ઈન્ટરનેશનલમાં વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં, મહાન સચિન તેંડુલકર વિદેશી ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સચિને 147 મેચોમાં 37.24ના 5065 રન બનાવ્યા જેમાં 12 સદી અને 24 અડધી સદી સામેલ છે.
વિરાટ કોહલી આ એલિટ ભારતીય લિસ્ટમાં બીજા નંબર પર છે. કોહલીએ અત્યાર સુધી 107 મેચમાં 58.12ની એવરેજથી 5057 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાં 20 સદી અને 23 અડધી સદી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની 145 વન-ડેમાં 4520 રન સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે.
147 મેચ, 5065 રન – સચિન તેંડુલકર
107 મેચ, 5057 રન – વિરાટ કોહલી
145 મેચ, 4520 રન – એમએસ ધોની
117 મેચ, 3998 રન – રાહુલ દ્રવિડ
100 મેચ, 3468 રન – સૌરવ ગાંગુલી
વિરાટ કોહલીનો દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન-ડેમાં શાનદાર રેકોર્ડ છે. આ દરમિયાન કોહલીએ 17 મેચમાં 87.70ની એવરેજથી 877 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને વધુ અર્ધસદી સામેલ છે. કોહલી 25 મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. આવી સ્થિતિમાં શાનદાર રેકોર્ડને જોતા તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં આ દુષ્કાળને ખતમ કરી શકે છે.