જ્યાં શ્રદ્ધા,વિશ્વાસ હોય છે ત્યાં પુરાવાની શું જરૂર હોય છે પરંતુ જામ ખંભાળિયામાં જાણે દશામાં એ ભક્તોને દર્શન આપ્યાનો પુરાવો આપ્યો હોય તેવી ઘટના બની છે. જો ભક્ત ભક્તિવાન હોય તો ભગવાન સાક્ષાત પોતાના ભક્તોને દર્શન આપે છે અને સાથે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે. ભક્તિનો મહિમાને દેખાડતો આવો જ એક ચમત્કાર જામ ખંભાળિયા ભરાણા, વાડીનાર સહિતના ગામડાઓમાં જોવા મળ્યો હોવાની વાતો ફરતી થઇ રહી છે. 2 દિવસ પહેલા રાત્રિના 10.30 વાગ્યા પછી ચંદ્રમાં મા દશામાના સાક્ષાત દર્શન થયા હોવાનો દાવો સ્થાનિક લોકોએ કર્યો છે.જેમના દર્શન કરી ગામના લોકોએ ધન્યતા અનુભવી તેવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. આ ઘટનાને જોનારા હર કોઈ પોતપોતાના મોબાઈલમાં ફોટો કે વિડીયો ઉતાર્યો હતો. જેમણે આ ફોટો શેર કર્યો છે એ લોકો આ ઘટના હકીકતમાં ઘટી હોવાનું સતત કહી રહ્યા છે.આ ચમત્કાર જોતાં જ લોકોએ ફોટા અથવા વિડીયો મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આખુ ગામ દશામાની ભક્તિ કરે છે.જણાવી દઈએ કે,ભરાણા ગામમાં દરેક ઘરમાંથી મહિલાઓ દશામાનું વ્રત રાખે છે.