સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક બાજુ નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે બીજી બાજુ ફતેપુરા મંગલેશ્વર ઝાંપાની બહાર મુખ્ય પાણીની લાઈનમાં 10 દિવસ ઉપરાંતથી લીકેજ છે અને પીવાનું શુદ્ધ પાણી સીધેસીધું ગટરમાં વહી રહ્યું છે. સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 મા ફરિયાદ કરવા છતાં કોઈપણ અધિકારીઓ આવ્યા નથી કે પછી કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. જેના પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. મુખ્ય માર્ગ પર પાણી હોવાથી રોડ-રસ્તા પર આવતા જતા નાગરિકો તેમજ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું છે કે, જો 10 દિવસથી ફરિયાદ કરવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હાલતું ના હોય તો આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને છેલ્લા દસ દિવસથી જે પાણી વહી ગયું છે તેના નાણાં પણ આવા અધિકારીઓ પાસે વસૂલવાની માંગ મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને કરી છે.સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં એક બાજુ નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે બીજી બાજુ ફતેપુરા મંગલેશ્વર ઝાંપાની બહાર મુખ્ય પાણીની લાઈનમાં 10 દિવસ ઉપરાંતથી લીકેજ છે અને પીવાનું શુદ્ધ પાણી સીધેસીધું ગટરમાં વહી રહ્યું છે. સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 મા ફરિયાદ કરવા છતાં કોઈપણ અધિકારીઓ આવ્યા નથી કે પછી કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. જેના પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. મુખ્ય માર્ગ પર પાણી હોવાથી રોડ-રસ્તા પર આવતા જતા નાગરિકો તેમજ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું છે કે, જો 10 દિવસથી ફરિયાદ કરવા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હાલતું ના હોય તો આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને છેલ્લા દસ દિવસથી જે પાણી વહી ગયું છે તેના નાણાં પણ આવા અધિકારીઓ પાસે વસૂલવાની માંગ મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને કરી છે.