રુદ્રાક્ષને ધર્મ અને જ્યોતિષ બંને શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ભગવાન શિવને પણ રૃદ્રાક્ષ અતિપ્રિય છે. જયોતિષો અને ધાર્મિક શાસ્ત્રોના મતે રુદ્રાક્ષના અનેક પ્રકાર હોય છે. દરેક રુદ્રાક્ષને જુદા જુદા દેવતાઓનું એક સ્વરૂપ મનાય છે. રૃદ્રાક્ષના પ્રકાર તેના મુખ પર આધારિત હોય છે. જેમાં એક મુખી રુદ્રાક્ષ ભગવાન શિવ, દ્વિ-ચહેરાવાળા શ્રી ગૌરી-શંકર, ત્રિ-મુખી તેજમોય અગ્નિ, ચાર-મુખી શ્રી પંચદેવ, છ-મુખી ભગવાન કાર્તિકેય, સાત-મુખી ભગવાન અનંત, અષ્ટ-મુખી ભગવાન શ્રી ગણેશ, નવ-મુખી ભગવતી દેવી દુર્ગા, દશ-મુખી શ્રી હરિ વિષ્ણુ, તેર-મુખી શ્રી ઇન્દ્ર અને ચૌદ મુખીને હનુમાનજીના સ્વરૂપ કહેવાયા છે. આ સિવાય શ્રી ગણેશ અને ગૌરી-શંકર નામના રુદ્રાક્ષ પણ છે.
ધાર્મિક માન્યતા એવી છે કે, રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. ભગવાન શિવના આંસુથી રુદ્રાક્ષ બન્યો હતો. ભગવાન ભોલેનાથ પોતે રુદ્રાક્ષની માળા પહેરે છે અને જે ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે તેના પર ભગવન શિવના સદાય આશીર્વાદ રહે છે. રુદ્રાક્ષ અનેક પ્રકારના ગ્રહોની ખરાબ અસરથી પણ તમને બચાવે છે. ગરીબી દૂર કરવા માટે ગૌરી-શંકર રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષ પહેરવાથી જો તમને દેવું છે તમે ગરીબીને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છો તે તેમાંથી તમને મુક્તિ મળશે.
કોઈપણ ક્ષેત્રમાં સફળતા સિદ્ધી મેળવવા માટે રૃદ્રાક્ષ ધારણ કરવું શ્રદ્ધાળુઓ ફાયદેમંદ માને છે. આ માટે, એક મુખીથી લઈને ચાર મુખી રૂદ્રાક્ષ અથવા તો તેની માળા પહેરવી જોઈએ. રૂદ્રાક્ષની માળા પહેરવાથી ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા પર રહે અને તમે તમારા ક્ષેત્રમાં સફળતા સિદ્ધિ મેળવી શકો છો.
શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ પહેરવાથી તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે
