હોલિવૂડ સ્ટાર સલમા હાયક સમગ્ર વિશ્વમાં ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે. ઑસ્કર માટે નોમિનેટ થઇ ચૂકેલી સલમા હાયકે અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં શાનદાર ભૂમિકા ભજવી છે. 1995માં ફિલ્મમાં પગરણ માંડનાર સલમાએ હાલ એક ખુલાસો કર્યો છે. સલમાએ કહ્યુ છે કે, 1995માં તેણે કરેલી એક ફિલ્મમાં એંટોનિયો બૈનડેરસ લીડ રોલમાં હતો. પરંતુ ફિલ્મમાં એંટૉનિયોની સાથે સેક્સ સીન આપતા સમયે તે રડવા લાગી હતી. કારણ કે, સેક્સ સીન આપવા અંગે તેને અગોતરી જાણ કરાઈ ન હતી. આ ફિલ્મમાં આપેલા સીનથી ફિલ્મના ડાયરેક્ટર અથવા એક્ટર સાથે કોઇ લેવા દેવા ન હતું. જ્યારે તેને ડેસ્પરાડોની ભૂમિકા ઓફર થઈ હતી ત્યારે તેને કૈરોલિનાના કોઇ સેક્સ સીન વિશે જાણ કરાઈ ન હતી.
સલમા હાયકને તેના વિશે ત્યારે ખબર પડી જ્યારે ફિલ્મ બનવાની શરૂ થઇ ગઇ હતી. જે બાદ ડાયરેક્ટર રૉંડ્રિગ્સને પોતાના ભાઇ અને તેમની પત્નીને પોતાની બેસ્ટ ફ્રેંડ માનતી હોય, તેણી એક બંધ સેટ પર આ સીન કરવા માટે તૈયાર થઇ હતી. આ સીનના શૂટિંગ સમયે સલમા અને એંટોનિયો સિવાય માત્ર આ બે લોકો જ ત્યાં હાજર હતાં. સીનનું શૂટિંગ શરૂ થયુ તો હું રડવા લાગી. મને શરમ પણ લાગી રહી હતી. તે સમયે ત્યાં હાજર તમામ લોકો મને હસાવવાની કોશિષ કરી રહ્યા હતા. પરંતુ હું રડતી જ હતી. મારા મનમાં પિતા અને ભાઇના વિચાર આવી રહ્યા હતા કે જ્યારે તેઓ આ સીનને જોશે તો તેમને કેવું લાગશે. હું ત્રણેયને કહેતી રહી કે, મને નથી ખબર કે હું આ કેવી રીતે કરી શકીશ.
સલમા હાયકે એમ પણ જણાવ્યું હતુ કે, ત્યારે તેમને એંટોનિયોથી પણ ડર લાગી રહ્યો હતો, જોકે બાદમાં એંટોનિયો તેનો મિત્ર બની ગયો હતો. જે બાદ બંન્નેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતુ. 12મી ફેબ્રુઆરી 2021ના ઈન્ટરવ્યુમાં સલમા હાયકે કબૂલ્યું હતુ કે, પહેલા પણ તે કહેતી રહી છે કે, તેને સેક્સ સીન આપવાનું બહું પસંદ નથી. આ પ્રકારના સીન આપતી વખતે તે મુંઝવણ અનુભવવા સાથે મુશ્કેલી પણ વેઠે છે. જો કે, તેની આ ફિલ્મ જોવા માટે તે પિતા અને ભાઇ સાથે ગઇ હતી. આ સમયે તેણીએ પિતા અને ભાઈને પહેલાથી જ કહ્યું હતું કે, જ્યારે આ સીન શરૂ થાય તો તેઓ સિનેમાઘરની બહાર ચાલ્યા જાય. સલમા હાયકની આ ફિલ્મને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી.