વોટ્સએપ છેલ્લાં બે મહિનાથી યુઝર્સની નારાજગીનો સામનો કરી રહ્યું છે. જેનુ મુખ્ય કારણ યુઝર્સના અંગત ડેટા શેર કરવું છે. વોટ્સ એપ ફેસબુકની એપ છે. તેથી ફેસબુક સાથે યુઝર્સના તમામ ડેટા શેર કરવાનો નિર્ણય લેવાતા યુઝર્સ નારાજ થયા છે. દરમિયાન WhatsAppએ ફરી એકવાર નવી પ્રાઈવેટ પોલીસી વિશે સ્પષ્ટતા કરી છે.
યૂઝર્સે પોતાના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવાની જરૂર છે. જો યૂઝર્સ 15 મે સુધી નવી પ્રાઈવસી પોલીસીને એક્સેપ્ટ ન કરશે તો તે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં. જેમાં ફેસબુકની કંપની વોટ્સએપે નવી પ્રાઈવસી પોલીસીમાં તેણે શું ફેરફારો કર્યા છે તેને યુઝર્સને સમજાવવા મથામણ થઈ છે.કંપનીએ આ અંગે જણાવ્યું હતુ કે, વાસ્તવમાં યૂઝર્સ માટે વધુ કંઈ બદલાવવાનું નથી. યૂઝર્સની વચ્ચે શેર કરવામાં આવેલી બધી મીડિયા ફાઈલ એન્ડ ટૂ એન્ડ અન્ક્રિપ્ટેડ રહેશે. વોટ્સએપ કે તેની માલિક કંપની ફેસબુક તમારા મેસેજ વાંચી શકશે નહીં. તમે તમારો નંબર કોઈ બ્રેન્ડ/કંપની સાથે શેર કરવા માગો છો કે નહીં તે વિશે પણ કંપની સીધા કોઈ પગલા લેશે નહીં. આ માટે યુઝર્સની મંજૂરી લેવાશે.
કંપની બિઝનેસની સાથે યૂઝર્સના કોન્ટેક્ટને શેર નહી કરે. કંપનીએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, નવી પોલીસીમાં બિઝનેસ માટે કોઈ પણ એજન્સી યૂઝર્સની પરવાનગી વિના તેનો સંપર્ક કરશે નહીં. તમે તમારો નંબર કોઈ બિઝનેસ સાથે શેર કરો છો કે નહીં તે બાબતનો નિર્ણય યુઝર્સે જ લેવાનો છે.
તમે કોઈ પણ સમયે કોઈપણ બિઝનેસને બ્લોક કરી શકો છો. વધુમાં વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ ઉપર થર્ડ-પાર્ટીના બેનર એડની પરવાનગી આપશે નહીં. તમે ફોન કે ઈમેલની સરખામણીએ વધુ ઝડપી કામ કરવા માટે વોટ્સએપ પર વધુ બિઝનેસથી કોન્ટેક્ટ કરી શકશો. મોટાભાગે લોકો ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ પર બટનને શોધે છે, જેને તમે વોટ્સએપનો ઉપયોગ કરીને તેને મેસેજ મોકલવા માટે ક્લિક કરી શકો. ફેસબૂક પર તમે આવી જાહેરાત પર કરવાની પસંદગી કરો છો તો તેનો ઉપયોગ તમારા દ્વારા જોવામાં આવતી જાહેરાતોને પર્સનલાઈડજઝ્ડ કરવા માટે કરી શકાય છે.