દિલ્હીમાં છેલ્લાં 9 વર્ષથી સત્તારૃઢ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને ફરી આંચકો આપ્યો છે. દેશના સારા મુખ્યમંત્રીઓની રેસમાં લોકોએ તેને બીજા ક્રમના શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા છે. જયારે ભાજપ શાસિત રાજ્યોના સીએમ ટોપ ટેનની યાદીમાં ઘણાં પાછળ રહી ગયા છે. દિલ્હી વિધાનસભામાં સત્તા મેળવવા માટે મોદીના નેતૃત્તવ હેઠળ ભાજપે કરેલા પ્રયાસો સતત નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે, આ પ્રદેશમાં ભાજપની ટક્કર દેશમાં પ્રમાણિક અને નિષ્ઠાન અરવિંદ કેજરીવાલ સાથે થતી રહી છે. જાતિવાદ, હિંદુવાદ તથા સીએએ જેવા મુદ્દા ઉછાળીને પણ ભાજપીઓએ કેજરીવાલને ઉખાડી ફેંકવા પ્રયાસ કરી જોયા છે. પરંતુ તેમાં સફળતા મળી નથી. ઉલ્ટુ, સારા શાસનને કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા સતત વધતી રહી છે. માત્ર દિલ્હી જ નહીં, દેશના અન્ય રાજ્યોના લોકો પણ કેજરીવાલના વહિવટની પ્રશઁસા કરતા દેખાય છે.
તાજેતરમાં જ દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓ વિશે થયેલા સરવેમાં લોકોએ તેને બીજાક્રમે મુક્યા છે. જયારે ઓરિસ્સાના નવીન પટનાયક ફરીવાર દેશના નંબર વન સીએમ રહ્યા છે. ABP-C વોટર દ્વારા થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીઓ વિશે સરવે શરૂ કરાયો હતો. આ સર્વેમાં ઓરિસ્સાના પટનાયકે બાજી મારી છે. જયારે તે પછી અરવિંદ કેજરીવાલને લોકોએ પસંદ કર્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ત્રીજા નંબરે, કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન ચોથા નંબરે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાંચમા નબરે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેસ બધેલ છઠ્ઠા નંબરે અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાતમા નંબરે દેખાયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ આઠમા નંબરે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત નવમા નંબરે અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દશમા નંબરે રહ્યા છે. ત્યારબાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આવે છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને તામિલનાડુના મુખ્યમંત્રી પલાણીસ્વામીનું નામ યાદીમાં દેખાય છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને સૌથી ખરાબ મુખ્યમંત્રી તરીકે સર્વેમાં દર્શાવાયા છે. કેજરીવાલ સરકારના કામકાજથી દિલ્હીના લોકો તો સંતુષ્ટ જ છે. સાથે સાથે તેની કામગીરીની નોંધ દેશના લોકો લેવા માંડ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વિકાસના ઘણા કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં સરકારનું કાર્ય વખાણ લાયક છે. દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી ફ્રી છે. એ સિવાય પાણી પણ ફ્રી છે. મહોલ્લા ક્લિનિકની સુવિધા લોકો માટે બહું ઉપયોગી નીવડી છે. જયારે DTC બસમાં દિલ્હી સિવાય NCRમા મહિલાઓને ફ્રી મુસાફરી છે. કોરોના કાળમાં પણ અરવિંદ કેજરીવાલ સરકારે નોંધપાત્ર કામગીરી કરી હતી. જો કે, લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને 58 ટકા લોકોએ એનડીએની, 28 ટકાએ UPAની અને 14 ટકા લોકોએ ત્રીજા મોરચાની તરફેણ કરી હતી.