સોશિયલ મીડિયામાં મહત્વનું પાસુ બની ચુકેલા WhatsAppમાં હવે કેટલાક ફેરફાર થઈ શકે છે. આ એપ્લીકેશનમાં ઘણા સમયથી મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ કાર્યરત છે. હવે કંપની આ આગામી સુવિધા લાવવા માટે ઘણાં સુધારા કરી રહી છે તેવા અહેવાલો બહાર આવ્યાં છે.
તાજેતરમાં જ આવેલા એક અહેવાલમાં વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સુવિધા વિશે કેટલોક નવો ઉલ્લેખ કરાયો છે.
જેમાં વોટસએપથી સંબંધિત જાણકારી ટ્રેક કરનાર WABetaInfoના અહેવાલ પ્રમાણે WhatsApp હાલમાં તેની સુવિધાઓ ચકાસી રહ્યું છે. જ્યારે નવી સુવિધાને લોંચ કરાશે ત્યારે કોલને કેવી રીતે કન્ફીગર કરવી તેના પ્રયોગ થઈ રહ્યા છે. આ પહેલા પણ મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ સુવિધા વિશે ઘણી વાર માહિતી બહાર આવી છે. એક રિપોર્ટ મુજબ યુઝર્સ એક સાથે ચાર જુદા જુદા ડિવાઇસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે. મહત્વની વાત એ છે કે, વોટ્સએપ વેબનો ઉપયોગ કરતી વખતે યુઝર્સને પ્રાથમિક ડિવાઈઝ પર સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર રહેશે નહીં. પહેલાનાં અહેવાલોમાં નોંધાયું હતુ કે, લિંક કરેલ Linked Devices સેક્શન હેઠળ એપ્લિકેશનમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ઉપલબ્ધ હશે. વપરાશકર્તાઓ ‘લિન્ક એ ન્યૂ ડિવાઇસ વિકલ્પ’ પર ટેપ કરીને એક નવું ડિવાઇસ ઉમેરવા માટે સક્ષમ હશે. આ સિવાય યુઝર્સ પાસે સુવિધાને સક્ષમ અને અક્ષમ કરવા માટે બધા કનેક્ટેડ ડિવાઇસેસની યાદી તેમજ ટોગલ બટન હશે.
ટીપ્સ્ટરના મતે ગયા અઠવાડિયાથી WhatsApp પરીક્ષણ કરી રહ્યું છે કે કોલિંગ સુવિધા એક જ એકાઉન્ટ પર વિવિધ ડિવાઈજ માટે કેવી રીતે કાર્ય કરશે. વોટ્સએપ આ આગામી સુવિધા માટે ગંભીર છે અને ટૂંક સમયમાં આ સુવિધા લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર તથા ફેસબુક જેવી કંપનીઓનો દબદબો વધી રહ્યો છે. આવા સંજોગોમાં વોટ્સએપ પણ હજી સોશિયલ મીડિયાનું મહત્વનું જ અંગ છે. પરંતુ સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ કંપની નવી સુવિધાઓ યુઝર્સ સુધી પહોંચાડવા સતત મથામણ કરી રહી છે.