સોશીયલ મીડિયામાં મોટા પ્લેટફોર્મ ગણાતા WhatsApp દ્વારા હવે વીમા પોલિસી અને રિયાયરમેન્ટ સ્કીમ વપરાશકર્તા જોડાઈ શકે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાવનાર છે. કંપનીએ ફેસબુક ફ્યુઅલ ફોર ઈન્ડિયા 2020 દરમિયાન આ અંગે સત્તાવાર રીતે કહ્યું હતુ કે, થોડા સમયમાં ‘એફોર્ડેબલ સૈશે સાઇઝ્ડ’ આરોગ્ય વીમા વોટ્સએપ દ્વારા તેને ઉપભોગતા ખરીદી શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. સેચેટ કદના વીમાની જરૂરિયાત માટેની આ વીમા પોલિસી છે, જેનું પ્રીમિયમ ઘણું ઓછું રહેશે. વોટસએપ SBIના સહયોગથી આ સુવિધા શરૂ કરવાની દીશામાં આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત પેન્શન સંબંધિત પોલિસી માટે HDFC સાથે જોડાણ માટે કાર્યવાહી થઈ રહી છે.
હવે ભારતના વપરાશકર્તાઓ માટે WhatsAppના માધ્યમથી વિવિધ સેવા બદલની ચુકવણી સેવા ઉપલબ્ધ થશે. ફેસબુક ફ્યુઅલ ફોર ઈન્ડિયા 2020 ઇવેન્ટમાં વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોઝે જણાવ્યું હતું કે, ભારતના 2 કરોડથી વધુ વોટ્સએપ ઉપભોગતાને તેનો લાભ થશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંક સાથે વોટ્સએપ આ સેવા માટેનો ટેકનીકલ સહયોગ મેળવી રહ્યું છે. વીમા ઉપરાંત રિટાયરમેન્ટ પોલિસી માટે પણ આયોજન છે.
અભિજીત બોઝે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં રાહત દરના પ્રીમીયમ સાથે એસબીઆઈનો આરોગ્ય વીમો વોટ્સએપ દ્વારા ખરીદી શકાશે. આ ઉપરાંત એચડીએફસી પેન્શન અને પિનબોક્સ સોલ્યુશન્સથી સંબંધિત નીતિ-સેવા વોટ્સએપ થકી જ ખરીદી શકાય તેવી સુવિધા તમારા ફોન પર જ મળશે. અમને આશા છે કે, નવી સેવા લોકોને મદદરૃપ બનશે.
આજથી વ્હોટ્સએપ ચુકવણી સેવા ભારતમાં ઉપલબ્ધ થઈ ગઈ છે, જેના માટે તેને ગયા મહિનામાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ હતી. વોટ્સએપે યુનિફાઇડ પેમેન્ટ ઇંટરફેસ સિસ્ટમના આધારે તેની ચુકવણી સુવિધા તૈયાર કરી છે. હાલ 40 કરોડ ભારતીયો વોટ્સએપનો ઉપયોગ કરે છે. હવે WhatsApp વપરાશકારોને સંદેશાની સાથે પૈસા મોકલવામાં સરળતા રહેશે. જો કે, હાલ ફક્ત 2 કરોડ લોકોને આ સુવિધાનો લાભ મળશે.