છેલ્લાં 3 મહિનાથી ભારતમાં વોટ્સેએપ કપંની તેની નવી નીતિનો અમલ કરવા મથામણ કરી રહી છે. આ નવી નીતિમાં યુઝર્સનો ડેટા વોટ્સએપની માલિકી કંપની એવી ફેસબુકને શેર કરવા તે ઈચ્છે છે. જો કે, યુઝર્સમાં વોટ્સએપની નવી પોલીસીથી ભારે નારાજગી છે. આ મુદ્દે કંપની સમક્ષ અત્યાર સુધીમાં અનેક યુઝર્સે વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે સોશિયલ મીડિયા કંપની ફેસબુક અને વોટ્સએપ એપની નવી નીતિને ધ્યાનમાં સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે, લોકોની પ્રાઈવસીની રક્ષા આવશ્યક છે. ભારતના બંધારણમાં પણ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ જ છે. તેથી અમારે દેશના નાગરિકોના હિત માટે હસ્તક્ષેપ કરવો પડશે. કોર્ટમાં થયેલી અરજીમાં અરજદારે લખ્યું હતુ કે, યુરોપ અને ભારત માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યાં છે. ભારતમાં ડેટા પ્રોટેક્શન વિશે કાયદો આવશ્યક છે. આ મામલો વોટ્સએપની પ્રાઈવસી પોલીસી સાથે સંકળાયેલો છે. 2016માં આવેલી પોલીસી સામે કોર્ટમાં રજૂઆત થઈ હતી. હાલ કોર્ટે વોટ્સએપની નવી પોલીસે પર રોક લગાવતા કહ્યું હતુ કે, વોટ્સએપના ભારતીય યુઝર્સને આશંકા છે કે, કંપનીની આ નવી નીતિથી તેના અંગત માહિતીઓ બહાર આવશે. કોઈ ગુપ્તતા જળવાશે નહીં. તેથી બંધારણીય હકોની રક્ષા કરવું અમારું કર્તવ્ય છે. કોર્ટે વોટ્સએપને કહ્યું કે, લોકો કંપનીથી વધારે પોતાની પ્રાઈવસીને મહત્વ આપે છે. તેથી જ આજ સુધી કેટલાય યુઝર્સે તેની નારાજગી આ મુદ્દે જાહેર કરી છે. ફેસબુક અને વોટ્સએપને ટકોર કરતો કોર્ટે નોંધ્યું હતુ કે, તમે 2 કે 3 ટ્રિલિયનની કંપની હશો પરંતુ લોકો પોતાની પ્રાઈવસીની કિંમત તેનાથી અનેકગણી વધુ છે. કોર્ટે સરકારને પુછ્યું હતું કે નાગરિકોના અંગત ડેટા સુરક્ષિત રાખવા અને તેનો ખોટો ઉપયોગ રોકવા માટે સરકાર કોઈ કાયદો બનાવશે ખરી ? સરકારે આ મુદ્દે આગામી દિવસોમાં તેનો જવાબ રજૂ કરી શકે છે.