દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની રાષ્ટ્રવાદની વિચારઘારા તેમજ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિકાસની રાજનીતીથી પ્રેરાઇને યુવાનો તેમજ રાજકીય પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય રહ્યા છે. તેમાં આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જેમાં યુથ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, કોંગ્રેસના મહામંત્રીઓ વિનયસિંહ તોમર, નિકુલ મિસ્ત્રી,ગુજરાત N.S.U.I ના ઉપપ્રમુખ પાર્થભાઇ દેસાઇ,અખીલ બાવરી સમાજના પ્રમુખ માલારામ બાવરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આજે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘાનભાઇ ઝડફીયા સહિત પ્રદેશના હોદેદારોના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશના સહ પ્રવકતા ડો.રૂત્વીજ પટેલ,પ્રદેશના આગેવાન સાગરભાઇ રાયકા, પ્રદેશના અગ્રણી નેતા જયરાજસિંહ પરમાર,પ્રદેશના સહ મીડિયા કન્વીનર ઝુબિનભાઇ આસરા, પ્રદેશના સોશિયલ મીડિયાના સહ કન્વીનર મનનભાઇ દાણી સહિતના પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની રાષ્ટ્રવાદની વિચારઘારાથી પ્રેરાઇ તેમજ ભાજપના છેવાડાના કાર્યકરો ને ગુજરાતના વિકાસ માટે કામ કરતા જોયા છે, તેમનાથી પ્રેરાઇ આજે ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ દ્વારા દેશને આઝાદી અપાવવા જે નેતાઓએ બલિદાન આપ્યું હતું તેવા નેતાઓને અભેરે મુકી દીધા. હવે કોંગ્રેસ પાર્ટી ઘણી બદલાઇ ગઇ છે. જનતામાં કોંગ્રેસની છબી દિવસે ને દિવસે બગડતી જાય છે અને કોઇ કાર્યકર જનતા વચ્ચે જાય તો કોંગ્રેસ પાર્ટીની છબીને કારણે અમારે પણ ઘણુ સાંભળવું પડતું.