વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની માતાના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું તમારી માતાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાનની માતાના સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ ટ્વિટર પર લખ્યું, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. આશા છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.”
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા. આ ઘડીમાં અમે બધા તેમની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.”
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ ભાગલે લખ્યું, વડાપ્રધાનની આદરણીય માતાની તબિયત ખરાબ છે. અમે બધા તેમના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન પણ અમદાવાદ જવા રવાના થયા છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હીરાબેન મોદીની હાલત સ્થિર છે.