બુધવારે બેંગલુરૂની બ્યૂટી ઇંફ્લૂએંસર હિતેશા ચંદ્રાણીએ ઝોમેટોમાં કરેલો ઓર્ડર કેન્સલ કરતા તેમને ત્યાં ડિલિવરી આપવા આવેલા છોકરાએ તેનુ નાક તોડી નાંખ્યું હતુ. સોશિયલ મીડિયામાં યુવતીએ ડીલીવરી બોય પર આક્ષેપ કર્યા બાદ ખુદ કંપનીએ પણ તે વિશે સ્પષ્ટતા કરી હતી. વાયરલ વીડિયોમાં સતત રડી રહેલી હિતેશાના નાકમાથી લોહી નિકળી રહ્યું હતુ.
હિતેશાએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા બાદ થોડાક જ કલાકોમાં આ વીડિયો લગભગ બે લાખ લોકોએ જોયો હતો. હિતેશા ચંદ્રાણીએ વીડિયોમાં કહ્યું હતુ કે, બુધવારે તેણીએ ઝોમેટે પર એક ફુડનો ઓર્ડર કર્યો હતો. જો કે, તેનો ઝોમેટો ઓર્ડર ખુબ જ મોડો આવ્યો હતો. તેથી તેણીએ ઓર્ડરને કેન્સલ કરવા કહ્યું હતુ. ઓર્ડર ટાઇમ પર નહી મળતા તેણે કસ્ટમર સપોર્ટને પણ જાણ કરી હતી. અને તેઓ પૈસા પરત કરે અથવા આખો ઓર્ડર કેન્સલ કરી દે તેમ જણાવ્યું હતુ. જે બાદ ડિલિવરી બોય તેમને ત્યાં પહોંચ્યો હતો. આ ડીલીવરી બોયને તેણીએ ઓર્ડર કેન્સલ કરવા અથવા કોમ્પલીમેન્ટ્રી કરવા કહ્યું કે તરત જ ડિલિવરી બોય ઉશ્કેરાયો હતો. ઝોમેટો ડિલિવરી બોયને તેણે રાહ જોવા કહ્યું તો તે વધુ ગુસ્સે થઈને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. આથી તે ડરી જતાં તેણે દરવાજો બંધ કરવા કોશિશ કરી હતી. જો કે તે પછી ડિલિવરી બોય બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના ચહેરા પર જોરથી ફેટ મારી હતી. આ સાથે જ તેને ઈજા થતાં તેણીએ બૂમાબૂમ કરી હતી. તેથી આસાપાસના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટના અંગે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ફૂડ ડિલિવરી સ્ટાર્ટ-અપ ઝોમેટોએ કહ્યું હતુ કે, તે અનુભવ ખુબ જ ખરાબ છે. અમારી ડિલિવરી આવી વાતો માટે બિલકુલ નથી થતી. અમારા સ્થાનિક રિપ્રેઝેંટિવ પીડિત યુવતીને મળીને ઘટનાની તપાસ કરશે. અમે પોલીસ તપાસથી લઇ મેડિકલ કેયર સુધીની તમામ વાતોમાં પીડિતાની મદદ કરીશું. આ સાથે જ કંપનીએ દીલીગીરી વ્યક્ત કરીને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેનું ધ્યાન રાખવા પણ ખાતરી આપી હતી.