એનરોઈડ મોબાઈલ ફોનના ઉપયોગથી યુઝર્સને મોટો ફાયદો તો થયો છે. પરંતુ કેટલીક વખત મોબાઈલ ફોનની સુવિધા તેના માટે મુસબીત નોતરનારી બને છે. તાજેતરમાં અમદાવાદના વેપારીને મોબાઈલ થકી જ બ્લેકમેઈલ કરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદના થલતેજના એક વેપારી સાથે બનેલી ઘટનાની વિગતો એવી છે કે, થોડા સમય પહેલાં તેણે પોતાના ફોનમાં સોશિયલ મીડિયાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ તેનો સંપર્ક એક યુવતી સાથે થયો હતો. બંને વચ્ચે વાતચીત ધીમે ધીમે આગળ વધી હતી. દરમિયાન એક દિવસે તે યુવતીનો વિડિયો કોલ આવતા વેપારી યુવકે તે રિસીવ કર્યો હતો. આ સમયે યુવક તે યુવતીને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો, તે યુવક કંઈ સમજે એ પહેલાં જ તે યુવતી નિર્વસ્ત્ર્ર થઈ ગઈ હતી.
આ જોઈ વેપારી પહેલા તો લલચાયો હતો. પરંતુ પછીથી વેપારીને બ્લેકમેઇલ કરવાનું શરૃ થયું હતુ. મોટાભાગના કિસ્સામાં સોશિયલ મીડિયાની એપ્લીકેશનોમાં તમે વિડિયો ચેટ કરો ત્યારે દેખાવડી યુવતી દેખાતી હોય છે. પરંતુ તે પછી યુવતીઓ તેની લીલા શરૃ કરી દે છે. જેમાં ફસાઈ જનારા લોકો પાસેથી નાણા પડાવવાનો ખેલ ચાલે છે. થલતેજમાં ફસાયેલો આ મનીષ નામનો વેપારી કપડાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ફુરસદના સમયે ઓનલાઈન ફ્રેન્ડશિપ એપ્લિકેશન પર સમય વીતાવવા જતો તે ભેરવાઈ પડ્યો છે. યુવતી સાથે અંતરંગ વાતો કરવાની લાલચે પોતાનો વોટ્સએપ નંબર આપ્યા બાદ યુવતીએ તેને મોહજાળમાં ફસાવ્યો હતો. યુવતીના નંબર પરથી વેપારીને વિડિયો કોલ આવ્યા બાદ વેપારીની સ્ક્રીન પર પોતાની માનીતી યુવતી નહીં, પણ એક નિર્વસ્ત્ર્ર યુવતી દેખાવા માંડી હતી. જે જોઈને વેપારી ચોંકી ઊઠયો હતો અને થોડી સેકન્ડ બાદ ફેન કટ થઈ ગયો હતો. જે પછી વેપારીને અલગ અલગ નંબરથી ફોન કરીને નાણાની માંગણી કરાઈ રહી છે. હાલ વેપારીએ આ મામલે પોલીસને જાણ કરી છે.