દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર નું હિલ સ્ટેશન વિલ્સન હિલ સામાન્ય જનતા માટે મહત્ત્વનું પર્યટન સ્થળ બની જાય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અહીંના નયનરમ્યા વાતાવરણમાં વિચરણ કરવા સુરત નવસારી મુંબઈ અમદાવાદ ના પર્યટકો સેંકડો ની સંખ્યા માં પરિવાર સાથે આવતા હોય છે. જો કે આમાં હવે વિક્ષેપ પડ્યો છે. વિલ્સન હિલ પર છેલ્લા 2 શનિ રવિ દરમ્યાન એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે તેને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કલેક્ટરે શનિ અને રવિવાર દરમિયાન વિલ્સન હિલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. લોકો કોરોના ની ગાઈડ લાઈન ભૂલ્યા હતા અને આ બાબત ને ધ્યાને લઇ લોકોની ભીડ એકત્ર ના થાય એવા હેતુ થી જ જિલ્લા કલેકટર અને ડી એસ પી સાથે મળેલી બેઠક માં શનિ રવિ દરમ્યાન પર્યટકો માટે વિલ્સન હિલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.