બ્રિટનમાં રહેતી એક મહિલાએ મનપસંદ બાળક મેળવવા માટે પાર્ટનર શોધવાને બદલે સ્પર્મ ડોનર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં આવેલા મહેમાનોને તે મહિલાએ તેમની પસંદગીનો સ્પર્મ ડોનર શોધવા વિનંતી અપીલ કરી હતી. આ પાર્ટી યોજ્યા બાદ તેને મનપસંદ ડોનર મળી જતાં હાલ તે ગર્ભવતી છે. લગભાગ આગામી સપ્ટેમ્બરમાં આ મહિલાની કુખે બાળકનું અવતરણ થાય તેવી શકયતા છે.બ્રિટનમાં એક સિંગલ મહિલાએ માતા બનવા ‘પિન ધ સ્પર્મ ઓન ધ યુટેરસ’નું આયોજન કર્યું હતું. 33 વર્ષીય આ મહિલાનું નામ લોલા જિમેનેઝે છે. કાયદાની વિદ્યાર્થી એવી લોલા લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી હતી. પંરતુ નવેમ્બર 2019માં તેનું બ્રેક અપ થયા બાદ તેણીએ એકલા જ રહેવાનો નિર્ણય કર્યો હતો.
જયારે ઓગસ્ટ 2020માં તેને બાળકની ઈચ્છા થઈ હતી. જે બાદ તેણે અન્ય પાર્ટનર શોધવાને બદલે સ્પર્મ ડોનર શોધવા કવાયત આદરી હતી. તેણીએ જે પાર્ટી યોજી હતી તેમાં મહેમાનોને અમેરિકન સ્પર્મ બેંક ડેટાબેઝમાંથી તેમને ગમતો ડોનર પસંદ કરવાનું કહ્યું હતું. આજે તેણીને પોતાનો ડોનર પસંદ કર્યો હતો. હાલમાં આ મહિલા ગર્ભવતી છે અને આગામી દિવસોમાં માતા બનવાની છે.
સપ્ટેમ્બરમાં તે બાળકને જન્મ આપશે. પોતાના અનુભવ અંગે લાલાએ કહ્યું હતુ કે, નાનપણથી મારો લક્ષ્યાંક લગ્ન કરીને પરંપરાગત પરિવાર રાખવાનો રહ્યો હતો. જોકે, તે મારી ઈચ્છા પ્રમાણે થયું નથી. હું જેની સાથે રીલેશનશીપમાં રહેતી હતી તેની સાથે મારું બ્રેક અપ થયું ત્યારે મારી ઉંમર 31 વર્ષની હતી. બ્રેકઅપ બાદ મને મારા જીવનમાં એક બાળકની ઈચ્છા થઈ હતી. જો કે, આ માટે હું અન્ય કોઈને શોધવા પાછળ સમય વેડફવા માંગતી ન હતી. જે બાદ મેં સ્પર્મ પાર્ટીનું આયોજન કર્યું જેમાં મારા જીવન સાથે સંકળાયેલી મહિલાઓને પણ આમંત્રણ આપ્યું હતુ. આ સમયે મેં મારા નાનપણના ફોટો મૂક્યો હતો અને તેઓને બ્લોન્ડ હેર અને બ્લુ આઈઝ ધરાવતો ડોનર પસંદ કરવાનું કહ્યું હતું. કેમ કે, હું મારા જેવું દેખાતું બાળક ઈચ્છતી હતી. જે બાદ મને આ અંગેનો ડોનર મળ્યો હતો. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે, સાઉથ વેસ્ટ લંડનમાં રહેતી લોલા સિંગલ હોવાથી એનએચએસએ તેની આઈવીએફ ટ્રીટમેન્ટ કરવા ઈન્કાર કરી દીધો છે. તેથી તેણે પ્રાઈવેટ ક્લિનિકમાં સારવાર શરૂ કરાવી છે. જો કે, આ ડોક્ટરે પણ લોલાને ડીલીવરી કરવા હાલ ઈન્કાર કર્યો છે.