વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું 2023માં લોકાર્પણ થાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ હાઈવેમા આવતા નર્મદા નદી પરના બ્રિજના કામને ઝડપભેર પૂર્ણ કરવા હાલ મથામણ ચાલી રહી છે. ભરૂચ નજીક નર્મદા નદી ઉપર દેશના સૌથી લાંબા 1344 મીટરના એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ નિર્માણનું કાર્ય અશોક બિલ્ડકોન દ્વારા 4 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં રૂપિયા 250 કરોડનાં ખર્ચે નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ નિર્માણ પામનાર છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમિટરના સેક્સનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનામાં રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. આ પુલ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જાય તેવી ગણતરી સાથે હાઈવે ઓથો. અને એજન્સી કામગીરી ઝડપથી આગળ વધારી રહી છે. હાલમાં બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ભરૂચ પાસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામી રહેલો આ બ્રિજ જૂન પછી દેશના કેબલ બ્રિજમાં સૌથી મોટો બ્રિજ બની જશે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાયડક શેપમાં 16 ટાવર પર નિર્ભર રહેશે.
બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. સેટલમેન્ટ બોક્સ ગર્ડર ટેકનોલોજી આધારિત બંને તરફ 4-4 લેનના બ્રિજની 1 લેનની પહોળાઇ 21.25 મીટર રાખવામાં આવી છે. બ્રિજની સુંદરતા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની લાઈટીંગ પણ મુકવામા આવનાર છે. બ્રિજના નિર્માણમાં 17800 MT (મેગાટન) સ્ટ્રક્ચર સ્ટીલ, 30000 MT રેનફોર્સસમેન્ટ, 3000 MT HT સ્ટ્રેન્ડ, તથા 700 MT એક્સ્ટ્રા ડોઝ કેબલ તેમજ 168000 ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો છે. બીજી તરફ દેશમાં અન્ય વિસ્તારોમાં પણ હાઈવે નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 5 રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના નગરોને સાંકળી લેશે. જે લાગ્યા બાદ બ્રીજની રોનક વધશે.