રશિયા-યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા મહાસત્તા હોવા છતાં યુક્રેન રશિયાને ટક્કર આપી રહ્યું છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને રવિવારે ઓછામાં ઓછા 34 ડ્રોન વડે મોસ્કો પર હુમલો કર્યો, જે 2022 માં યુદ્ધની શરૂઆત પછી રશિયન રાજધાની પરનો સૌથી મોટો ડ્રોન હુમલો છે. આ હુમલાને કારણે શહેરના ત્રણ મોટા એરપોર્ટ પર ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન વાયુસેનાએ રવિવારે પશ્ચિમ રશિયાના અન્ય વિસ્તારોમાં 50 અન્ય ડ્રોનનો નાશ કર્યો. “કિવ શાસન દ્વારા રશિયન ફેડરેશનના પ્રદેશ પર એરપ્લેન પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો,” મંત્રાલયે જણાવ્યું હતું.