કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના ટોરેન્ટો શહેરમાં કાર અકસ્માતમાં ગુજરાતના ચાર યુવાઓના મોત થયા હોવાનું ઘટના બની છે. આ યુવકોના મોતથી હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર એક ટેસ્લા કાર ડિવાઈડર સાથે ભટકાતાં આગ લાગી ગઈ હતી જેમાં ચારેય ગુજરાતીઓને કાળ ભરખી ગયો હતો. જોકે કેટલાક અહેવાલોમાં એવો દાવો છે કે એક પીડિત મહારાષ્ટ્રનો હોઈ શકે છે.
કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા પરંતુ રાહદારીઓની સુઝબુઝને કારણે એક યુવકનો જીવ બચાવી લેવાયો હોવાની જાણકારી મળી છે.
માહિતી અનુસાર મૃતકોમાં કેતા ગોહિલ (30), નિલ ગોહિલ (26) સામેલ છે જેઓ બંને ગુજરાતના દાહોદના રહેવાસી છે. આ બંને ભાઈ બહેન હતા. જ્યારે અન્ય એક પીડિતની ઓળખ આણંદ જિલ્લાના બોરસદના જયરાજ સિંહ સિસોદિયા તરીકે થઇ છે જે બોરસદના જ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમારનો ભાણેજ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક અહેવાલોમાં એવો કરાયો છે કે ચોથો મૃતક મહારાષ્ટ્રનો વતની હોઈ શકે છે. જેની ઓળખ દિગ્વિજય તરીકે જાહેર કરવામાં આવી છે.