• Sat. Dec 7th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અરેરે… આ રેસ્ટોરન્ટે 30 વર્ષ ટોયલેટમાં બનેલા સમોસા લોકોને ખવડાવ્યા, જાણો ક્યાં છે આ રેસ્ટોરરન્ટ

રેસ્ટોરન્ટમાં ખાણી-પીણીની શુદ્ધતા અંગે લોકોમાં હંમેશા શંકા રહે છે. ભારતમાં રેસ્ટોરાંમાં સ્વચ્છતાનું પાલન ન કરવાના વીડિયો પણ સમયાંતરે સામે આવ્યા છે. પરંતુ હવે સાઉદી અરેબિયાની એક એવી રેસ્ટોરન્ટ વિશે જાણવા મળ્યું છે, જેની વાત સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સાઉદી અરેબિયાના જેદ્દાહની એક રેસ્ટોરન્ટમાં જ્યાં લોકો મોજથી સમોસા ખાતા હતા ત્યાં એક ખુલાસાએ બધાને ચોંકાવી દીધા છે. આ રેસ્ટોરન્ટ 30 થી વધુ વર્ષોથી રેસ્ટરૂમમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવે છે. એક સૂચના પર, જેદ્દાહ મ્યુનિસિપાલિટીએ રહેણાંક મકાનમાં 30 વર્ષથી કાર્યરત રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો.

અહીં કામ કરતા કોઈપણ કામદારો પાસે હેલ્થ કાર્ડ નહોતું અને તેઓ રેસિડેન્સી કાયદાનું પણ ઉલ્લંઘન કરતા હતા. મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટના વોશરૂમમાં તમામ નાસ્તો અને ખાવાની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી હતી. નાશવંત માંસ, ચિકન અને ચીઝ પણ અહીં મળી આવ્યા હતા. દરોડા દરમિયાન ટીમને સ્થળ પર જંતુઓ હોવાનું જણાયું હતું.

નગરપાલિકા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે ઘણી ગેરકાયદેસર રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. આ સાથે લગભગ એક ટન ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હોય. આ વર્ષે જાન્યુઆરીમાં જેદ્દાહમાં એક શવર્મા રેસ્ટોરન્ટને ઉંદરો મળ્યા બાદ સીલ કરી દેવામાં આવી હતી. ખાદ્યપદાર્થો પર ઉંદર ફરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.