વરસાદી માહોલ અને વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે સિંચાઇ વિભાગ દ્વારા દેવધા ડેમના તમામ 40 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સિંચાઇ વિભાગ દ્વારા 40 દરવાજા ખોલવામાં આવતા ગણદેવી તાલુકાના 13 ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવતા અંબિકા નદીમાં 13700 ક્યુસેક પાણી ની આવક થશે.
દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને પગલે યલો એલર્ટ, નવસારી જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ
