કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટેન્સીંગને કારણે જાહેર પરિવહન વ્યવસ્થાને મોટી અસર થઈ છે. આ સમયગાળા બસ અને રેલવેની સુવિધા ઓછી રહેતાં કરોડો લોકો ખાનગી વાહન પર આશ્રિત બન્યા છે. જો કે, આવા સમયે પણ સરકારના આડેધડ કરવેરાને કારણે પેટ્રોલ તથા ડીઝલની કિંમતો આસમાને પહોંચતા લોકોની મુશ્કેલી વધી રહી છે. તેથી હવે લોકોને વધારે માઈલેજ આપતા વાહનો પસંદ પડી રહ્યા છે. હાલ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ Honda Splendor Plus બાઈક માત્ર 23000 રૂપિયામાં તમને મળી શકે છે. જો કે, આ એક સેકન્ડ હેન્ડ બાઈક છે. જૂની બાઈકની ખરીદી અને વેચાણ કરનારું પ્લેટફોર્મ CredR ઉપર આ બાઈકની કિંમત 23 હજાર બતાવાય છે. જો કે, તે એક સેકન્ડ હેન્ડ બાઈક છે, જે અત્યાર સુધી 22221 કિમી ચાલી છે.
97cc એન્જિનની આ બાઈકનું રજીસ્ટ્રેશન બેંગ્લુરુમાં કરાયું છે. તેની માર્કેટ વેલ્યુ કરતા પણ 3000 રૂપિયા ઓછામાં તમને આ બાઈક મળી શકે તેમ છે. Hero Honda Splendor Plusને ખરીદવા માટે નામ, મોબાઈલ નંબર અને પિનકોડ CredR ઉપર નાખીને તમે આ બાઈક વિશેની વધુ માહિતી મેળવી શકો છો. સૌથી મહત્વની બાબત તો એ છે કે જો તમને આ બાઈક પસંદ આવે છે તો તેને લેવા માટે બીજા શહેર સુધી પૈસા ખર્ચીને પણ જવું પડે તેમ નથી.
જ્યારે માત્ર 399 રૂપિયાના ચાર્જ ભરીને બાઈકને તમે ઘરે મંગાવી શકો છો. આ ઉપરાંત પ્લેટફોર્મ પર દર્શાવાયેલા શો રૂમ પરથી પણ તમે બાઈકની ખરીદી કરી શકો છો. જો કે, હવે ખરીદનાર માટે મહત્વની બાબત જૂની બાઈક ખરીદતી વખતે કેટલીક સાવચેતી રાખવાની છે. જૂના બાઈકના ફોટા ધ્યાનથી જોયા બાદ તેને લગતી દરેક ડિટેઈલ ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. ઓડોમીટર રીડિંગ્સ અને ઈન્સ્યોરન્સ જેવી માહિતી ઉપરાંત રજીસ્ટ્રેશન નંબર મંગાવી વાહન પોર્ટલ પર માલિકનું નામ અને ચલણની માહિતી તપાસવી આવશ્યક છે. વાહન ખરીદતી વખતે તમે સામેવાળાને તે આ વાહન કયા કારણોસર વેચી રહ્યા છે તે સવાલ જરૂર કરો. બાઈક ખરીદતા પહેલા ઓછામાં ઓછું તેને 5-10 કિમી ચલાવી જોવું જોઈએ. શો રૂમમાં આ બાઈકના નવા મોડેલની કિંમત 60000 રૂપિયા છે.