માનવ પહેલેથી લોભ-લાલચ વૃત્તિ ધરાવે છે. સમયાંતરે લાલચવૃત્તિને કારણે એક માણસ બીજા માણસને નુકસાન પહોંચાડતો રહ્યો છે. આ પ્રકારના કિસ્સા પણ રોજીંદા જીવનમાં બનતા રહે છે. એક પતિએ તેની પત્નીને પૈસા માટે 1000 ફુટ ઉંચે પહાડીથી નીચે ધક્કો મારી દીધો હોવાની એક ઘટના બહાર આવી છે. સૌ પ્રથમ તે તેની પત્નીને સુંદર બટરફ્લાય વેલીમાં લઈ ગયો હતો. જયાં પત્ની સાથે તસવીરો ક્લિક ખેંચી જે બાદ તે પતિમાં રહેલી વિકૃત્તા બહાર આવી અને પત્નીને 1000 ફૂટની ઊંચાઇથી ધક્કો મારી દીધો હતો. આ સમયે તે મહિલા સગર્ભા હતી.
ઘટનામાં મહિલા અને તેના ઉદરમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે પોલીસે હરકતમાં આવીને તપાસ કરી તો તે શખ્સે વીમાના પૈસા માટે પત્નીને બેરહેમીપૂર્વક આ પ્રકારે મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પતિની ઓળખ 40 વર્ષના હાકાન આયસલ તરીકે અને તેની સગર્ભા પત્નીની ઓળખ 32 વર્ષની સેમરા આયસલ તરીકે થઈ છે. હત્યાના આ કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. આમ તો આ ઘટના 2018ના જૂન મહિનાની છે. પરંતુ હાલ હાકાન આયસલ સામે તેની પત્નીના પરિજનોએ ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલાના પરિજનોના જણાવ્યા મુજબ હાકાનની પત્નીને ઘટના સમયે 7 મહિનાનો ગર્ભ હતો. આ ઘટનામાં હાકાન પહેતા તો તેની પત્નીને પહાડી ઉપર ફરવા લઈ ગયો હતો. જયાં તે બંનેએ ઉભા રહીને ફોટો ખેંચ્યા હતા.
દરમિયાન હાકાને પહાડ પર બીજુ કોઈ નથી તેવું લાગ્યું કે, પછી તેણે તરત જ 1000 ફુટની ઉંચાઈ હોવા છતાં પત્નીને નીચે ધકેલી દીધી હતી. જે બાદ તેણે વીમાના પૈસા લેવા માટે અરજી કરી હતી. પરંતુ જ્યારે કેસમાં તપાસ કરાશે તેમ પોલીસે કહેતા હાકાનની મનષા પર પાણી ફરી વળ્યું હતુ. હાલમાં કૉર્ટે તેને કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો છે. સેમરાના ભાઈએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે અમે મૃતદેહ લેવા ફૉરેન્સિક મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા તો હાકાન ગાડીમાં બેસી રહ્યો હતો. મારો પરિવાર આ ઘટનાથી ખૂબ જ આઘાતમાં હતો. પરંતુ હાકાન થોડોક પણ દુ:ખી જણાતો ન હતો. તેથી અમોએ તપાસ કરી તો હાકાને થોડા દિવસો પહેલાં સેમરાનો 40 લાખનો વીમો લીધો હોવાનું બહાર આવ્યું હતુ. તેથી અમને આ કેસ દુર્ઘટનાનો નહીં, પણ હત્યાનો લાગતા પોલીસને ફરિયાદ કરી છે.