હૈદરાબાદના એક બિઝનેસમેને ભારતની સૌથી મોંઘી સુપરકાર ખરીદી છે. McLaren 765 LT Spyder એ ભારતની સૌથી મોંઘી સુપરકાર્સમાંની એક છે, જેની કિંમત આશરે રૂપિયા 12 કરોડ છે. McLaren 765 LT સ્પાઈડરને ભારતમાં તેનો પ્રથમ ખરીદનાર મળ્યો છે અને તેને હૈદરાબાદના નસીરે પોતાની બનાવી છે.
નસીર એક ઉદ્યોગ સાહસિક અને બિઝનેસમેન છે. લક્ઝરી કારના શોખીનોમાં નસીરનું નામ સૌથી પહેલા આવે છે. આ પહેલા પણ તેણે પોતાના ગેરેજમાં ઘણી લક્ઝરી કાર પાર્ક કરી છે. નસીર ખાનની નવી કાર McLaren 765 LT Spyder વર્ઝન છે, જે આ રેન્જમાં સૌથી મોંઘી હોવાનું કહેવાય છે. તેણે આ સુપરકાર MSO Volcano Red શેડમાં ખરીદી છે, જે તેના સ્પોર્ટી લુકમાં અદભૂત લાગે છે.
નસીર પાસે રોલ્સ રોયસ કુલીનન બ્લેક, લેમ્બોર્ગિની, લેમ્બોર્ગિની ઉરુસ, ફોર્ડ મસ્ટંગ, ફેરારી, મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસ અને જીએમસી સહિત અન્ય કંપનીઓની લક્ઝરી કાર અને ડુકાટી પાનીગલ વી4 જેવી સુપરબાઈક્સ છે. આ વાહનોની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ઉપલબ્ધ છે.
અગાઉ નસીર ખાનની માલિકીની સૌથી મોંઘી કાર વિશે વાત કરીએ તો, રોલ્સ-રોયસની લક્ઝુરિયસ કાર રોલ્સ-રોયસ બ્લેક બેજ ક્યુલિનન હતી. તેની ઓન-રોડ કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. હાલમાં, આ લક્ઝરી કાર પણ ભારતમાં માત્ર થોડા લોકો પાસે છે.