ભારતમાં ખંડણીની ઘટનાઓ ખાસ કરીને યુપી, બિહાર તથા દિલ્હી જેવા વિસ્તારમાં વધુ પ્રમાણમાં રહે છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં હાલમાં જ બનેલી એક ઘટનામાં વેપારીના યુવાન પુત્રની હત્યા ખંડણી માટે કરાઈ હતી. યુપીના આગ્રાના દયાલબાગ વિસ્તારમાં રહેત સુરેશ ચૌહાણ એક અગ્રણી વેપારી છે. જેઓ કોલ્ડ સ્ટોરેજના માલિક છે. તેમનો 25 વર્ષની ઉંમર ધરાવતો દિકરો સચિન 21 જૂને રાત્રે લોઅર ટી-શર્ટ પહેરીને ફરવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. ઘણી રાહ જોયા બાદ સચીનના પરિવારે તેની તપાસ આદરી હતી. જો કે, સચીનના કોઈ સગડ મળ્યા ન હતા. આખરે ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનમાં સચીન રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયો હોવાની ફરિયાદ લખાવાઈ હતી.
સચિન એ સુરેશ ચૌહાણનો એકનો એક દિકરો હતો અને પિતા મોટા કારોબારી હતી. આથઈ પોલીસે તરત જ સચીનનું અપહરણ થયું હોવાની આશંકા સેવી તે દીશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસની આ શંકા પણ સાચી ઠરી હતી, કારણ કે પોલીસ તપાસ શરૃ તવા સમયે જ સચિનના પિતા પાસેથી બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. સુરેશ ચૌહાણ પાસે ખંડણીની માગ થતાં જ અપહરણનો કેસ સ્પષ્ટ થઈ ગયો હતો. જે બાદ પોલીસ સાથે STF પણ આ કેસમાં જોતરાઈ ગઈ હતી. જો કે, તે પછીના અપહરણ કરાયેલા સચીનની લાશ મળી આવી હતી. સુરેશના જ મિત્રોએ બે કરોડની ખંડણી માટે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતુ.
પોલીસના જણાવ્યા મુજબ અપહરણ બાદ કેટલાક કલાકોમાં જ આરોપીઓએ કારની અંદર સચીનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ સચીનના મૃતદેહને એક બેગમાં બંધ કરી કોરોના મૃતક ગણાવી સ્મશાન ઘાટ પર PPE કિટ પહેરી સળગાવી પણ દીધો હતો. પોલીસે આ કેસમાં સામેલ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ સચિનનું અપહરણ કરવા મામલે કમલાનગરમાં રહેતા હેપ્પી ખન્નાની રવિવારે રાત્રે ધરપકડ કરાઈ છે. આરોપીએ પૂછપરછ દરમિયાન પોતોનાના ગુનાની કબૂલાત કરી લીધી છે. સુમિત અસવાની, મનોજ બંસલ અને રિંકૂ સાથે મળીને હેપ્પી ખન્નાએ રિંકુની કારમાં સચિનના ઘર પાસેથી જ તેનું અપહરણ કર્યું હતુ. લાશના અંતિમ સંસ્કારમાં પણ કોઈ વિઘ્ન આવ્યું ન હતુ. કારણ કે PPE કિટને લીધે લોકો તેમને ઓળખી શક્યા ન હતા અને કોરોનાનું નામ સાંભળતા કોઈ મૃતદેહને જોવા પાસે આવ્યું ન હતું. પોલીસે જણાવ્યું હતું કે દયાલબાગ નિવાસી હર્ષ ચૌહાણ, સચિન અને તેમના પિતા સુરેશ ચૌહાણ સાથે પાર્ટનરશિપમાં કોન્ટ્રેક્ટનું કામ કરતા હતા. પરંતુ કોરોનાકાળમાં તેમને ઘણું નુકસાન થઈ જતા સચિનના કોન્ટ્રેક્ટર મિત્ર સુમિત અસવાની સચિન પાસે 40 લાખ બાકી લેણાની માગ કરી રહ્યા હતા. આ પૈસા ન મળતા અપહરણનું કાવતરું રચી કઢાયું હતુ.