ગુજરાતના છોટાઉદેપુરથી વિધવા મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે. વાસ્તવમાં સંખેડામાં રહેતું એક યુગલ મંદિરે જતું હતું. આ દરમિયાન કપલ એક તાંત્રિકના સંપર્કમાં આવ્યું અને તેમના પારિવારિક સંબંધો બની ગયા. ગયા વર્ષે મહિલાના પતિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આમ છતાં તાંત્રિક તેના ઘરે આવતો રહ્યો.
આ દરમિયાન પીડિતાને બિલકુલ લાગ્યું નહીં કે તાંત્રિકની તેના પર ખરાબ નજર છે. આ વર્ષે જાન્યુઆરીમાં મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. તાંત્રિકને આ વાતની જાણ થતાં જ તેણે મહિલાને તેના ઘરે આવવા કહ્યું કે તું મારા ઘરના ઉપરના માળે રહેજે જેથી પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. મહિલાએ તાંત્રિકની વાત માની અને તેના ઘરે રહેવા આવી અને તાંત્રિકે તેને તેના ઘરના ઉપરના માળે ક્વોરેન્ટાઈન કરી.
તકનો લાભ લઈને આરોપી તાંત્રિક મહિલાના રૂમમાં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. આરોપીએ મહિલાને કહ્યું કે તેના પતિ તેના શરીરની અંદર આવે છે. પરિણિત હોવા છચાં તેણે મહિલાને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપી એક મંદિરમાં પૂજારી છે અને તાંત્રિકનું કામ પણ કરે છે. તેણે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.