ગત ગુરુવારે ભારતમાં વાયરલ થયેલા એક ઘાયલ યુવતીના ફોટોએ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. શરૃઆતમાં સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર યુવતીએ લખ્યું હતુ કે, તેના ઘરે ફુડની ડીલીવરી કરવા માટે આવેલા યુવકે તેની પર હુમલો કર્યો છે. તેથી તેને નાકના ભાગે ઈજા પહોંચી છે. જયારે તે પછી ઝોમેટાના ડીલેવરી બોયે પણ સ્પષ્ટતા કરી હતી કે, યુવતીને તેની સાથે અભદ્ર વર્તન કરીને તેની ધપ્પલથી ધુલાઈ કરી હતી. તે સમયે બચાવ માટે હાથ આગળ કરતા અંગૂઠી તે યુવતીને વાગી ગઈ હતી. આ સમગ્ર તકરાર માત્ર ફુડની ડિલેવરી મોડી થવાને લઈને થઈ હતી. બેંગ્લોરમાં ગત સપ્તાહે જ બનેલી આ ઘટનાએ દેશમાં ચર્ચાનું સ્વરૃપ લઈ લીધું છે. zomato વિવાદમાં ફૂડ ડીલેવરી કંપનીના ડીલેવરી બોયનું નામ કામરાજ છે. હવે તેને પણ દેશમાંથી ટેકો મળી રહ્યો છે. વળી આ ટેકો આપનારામાં હવે એક સેલિબ્રિટી પણ સામેલ થઈ છે. પરિણીતી ચોપડાએ બેંગ્લોરમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાણીના વર્તનને વખોડી કાઢ્યું છે.
ટ્વીટર પર સંદેશો આપતા પરિણીતી ચોપડાએ લખ્યું છે કે, યુવતીએ કરેલા આરોપોની તપાસ થવી જોઈએ. ફુડ મોડુ મળવા બાબતે ડીલીવરી બોય સાથે યુવતીએ કરેલું વર્તન શોભનીય નથી. તેથી હવે ડીલેવરી બોય કામરાજને લઈને ચિંતા ઉભી થઈ છે. કારણ કે નાના કર્મચારીનું આ દેશમાં સાંભળશે કોણ. ફૂડ ડીલેવરી કંપની zomatoને અપીલ કરતા પરિણીતીએ લખ્યું હતું કે, “સત્યું શું છે એની તપાસ કરવી આવશ્યક છે. જો વ્યક્તિ નિર્દોષ નીકળે તો તે યુવતીની કરતૂતને દેશ અને દુનિયા સમક્ષ ખુલ્લી કરવી જોઈએ. બેંગ્લોરમાં બનેલી આ ઘટના અમાનવીય, શર્મનાક અને દિલ દુખાવે તેવી છે. ફુડ ડીલેવરીમાં ટ્રાફિકને કારણે મોડું થવા બદલ યુવકે માફી માંગી હોવા છતાં યુવતીએ મચાવેલું તોફોન યોગ્ય નથી. આ સાથે જ પરિણીતીએ ઝોમેટોને મદદ કરવા પણ ઓફર મુકી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ વધુમાં લખ્યું હતું કે, “સાચું શું છે એની તપાસ થવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિને કોઈ ગુના વગર સજા ભોગવે છે તો તેના માટે જવાબદાર સામે પણ તપાસ કરવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, 10મી માર્ચે બેંગ્લોરની હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને ઝોમેટોના ડીલેવરી બોય પર હુમલાનો આરોપ મુક્યો હતો. બેંગ્લોર પોલીસે બુધવારે રાત્રે ડીલેવરી બોય કામરાજની ધરપકડ કર્યા બાદ કામરાજે પોલીસ સમક્ષ બયાન કરેલી કેફિયતથી યુવતી સામે જ સવાલો ઉઠ્યા છે. સાથે જ દેશમાંથી કામરેજની તરફેણમાં આવનારા લોકોની સંખ્યા પણ વધવા માંડી છે.