Wednesday , 18 February 2026
Home ગુજરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027નું ગુજરાતનું રૂ.4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું
ગુજરાત

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027નું ગુજરાતનું રૂ.4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કર્યું

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬) ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું મુખ્ય ફોકસ ‘GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) પર રાખવામાં આવ્યું છે.

🎓 શિક્ષણ અને યુવા શક્તિ

  • શિષ્યવૃત્તિમાં વધારો: SC-ST અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા ₹૨.૫૦ લાખથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી છે.
  • નમો સેન્ટ્રલ લાઈબ્રેરી: ગાંધીનગર ખાતે ₹૧૦૦ કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની જાહેરાત.
  • નવી શાળાઓ: રાજ્યમાં વધુ ૯૨૬ PM-SHRI શાળાઓ અને ૧૨૦ કરોડના ખર્ચે ‘સંકલિત શાળાઓ’ (બાલવાટિકાથી ધોરણ-૧૦) શરૂ કરાશે.
  • કૌશલ્ય વિકાસ: ‘નમો ગુજરાત કૌશલ્ય મિશન’ માટે ₹૨૨૬ કરોડ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે ₹૮૦ કરોડની ફાળવણી.
  • અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ₹5967 કરોડની જોગવાઈ
  • બાલવાટિકાથી ધોરણ-10 સુધીના અભ્યાસ માટે ₹120 કરોડના ખર્ચે ‘સંકલિત શાળા’ બનાવાશે
  • રાજ્યમાં વધુ 926 નવી PM શ્રી શાળાઓ અત્યાધુનિક સુવિધાઓ સાથે કાર્યરત થશે
  • આશ્રમશાળા અને છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારીને ₹2500 કરાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈ
  • શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડ ની જોગવાઈ

🚜 ખેડૂત અને પશુપાલન (અન્નદાતા)

  • સિંચાઈ સુવિધા: સુજલામ સુફલામ પાઈપલાઈન માટે ₹૧૨૩૭ કરોડ અને સૌની યોજના માટે ₹૪૭૩ કરોડની જોગવાઈ.
  • કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર અને અન્ય સાધનોની ખરીદીમાં સહાય માટે ₹૧૫૬૫ કરોડ ફાળવાયા.
  • ગૌસેવા: ગૌ માતા પોષણ યોજના માટે ₹૫૦૦ કરોડની જોગવાઈ.
  • બાયો CNG પ્લાન્ટ: રાજ્યના ૪ ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપવા ₹૧૧૨ કરોડની જોગવાઈ.

🏥 આરોગ્ય અને સામાજિક સુરક્ષા

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25403 કરોડની જોગવાઈ
  • PM-JAY (મા યોજના): કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઈ.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ
  • શ્રમિક કલ્યાણ: નવા ૧૨૧ ‘શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો’ અને ૫૦ નવા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ શરૂ કરાશે.
  • આંગણવાડી: નવી ૨૦૦૦ આંગણવાડીઓના નિર્માણ માટે ₹૩૬૦ કરોડની ફાળવણી.
  • IVF સુવિધા: અમદાવાદ બાદ હવે સુરત, ભાવનગર અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં મફત IVF સુવિધા શરૂ કરાશે.
  • આપત્તિ વ્યવસ્થાપન: પૂર અને વાવાઝોડા જેવી આફતો સામે રક્ષણ માટે ₹૧૮૫૫ કરોડનું ફંડ.

🏗️ ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • અમદાવાદ ઓલિમ્પિક તૈયારી: અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા અને રમતગમતના માળખા માટે ₹૧૨૭૮ કરોડની જોગવાઈ.
  • વાયર-ફ્રી સિટી: શહેરોમાં વીજળીની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹૫૦૦ કરોડનું ‘ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન’.
  • નવી બસો: ST નિગમમાં ૫૦૦ ઇલેક્ટ્રિક AC બસ સહિત કુલ ૨૪૬૩ નવી બસો માટે ₹૧૨૮૬ કરોડ.
  • આવાસ યોજના: ગરીબ અને મધ્યમ વર્ગ માટે ૩.૧૫ લાખ નવા ઘરો બનાવવા ₹૪૨૭૨ કરોડ.
  • નવી GIDC: દાહોદ, ઝાલોદ અને ગરબાડા સહિત કુલ ૫ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત.
  • નવા શહેરો: કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત થશે.
  • પાર્કિંગ: શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ₹૧૦૦ કરોડના ખર્ચે ‘સ્માર્ટ પાર્કિંગ’ બનશે.
  •  ટેક્સટાઇલ સેક્ટર: ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી. અત્યાર સુધી 2 લાખથી વધુને રોજગારી મળી.
  • જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13944 કરોડની જોગવાઈ
  • સરદાર સરોવર યોજના માટે કુલ 3317 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6984 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4314 કરોડની જોગવાઈ

🏛️ વહીવટી સુધારા અને ટેકનોલોજી

  • ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક: ₹૧૦૦ કરોડના ખર્ચે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરાશે જ્યાં નાગરિકોએ વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે. એક જ લોગિનથી તમામ સરકારી સેવાઓનો લાભ મળશે.
  • ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન: શહેરોમાં ઉપરથી પસાર થતી વીજળીની લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹૫૦૦ કરોડની જોગવાઈ.
  •  સ્ટાર્ટઅપ ક્રાંતિ (i-Hub): અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hub ના રીજનલ સેન્ટર ખુલશે. (બજેટ: ₹80 કરોડ)

🏆 રમતગમત અને પર્યટન

  • ઓલિમ્પિક ૨૦૩૬: અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા માટે ₹૧૨૭૮ કરોડનું આયોજન.
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે 2006 કરોડની જોગવાઈ
  • ટુરિઝમ: ૨૦૨૬ના વર્ષને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરાયું. સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે.
  • બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને પોરબંદરના બીચ ડેવલપમેન્ટ માટે ₹૬૦ કરોડ.
  • અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન: સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ
  • બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ
  • બસ પોર્ટ: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ

Related Articles

ગુજરાત

શ્રી ભંડારીયા પાર્શ્વનાથ જિનાલય — શ્રદ્ધા, ત્યાગ અને આધ્યાત્મિક ગૌરવની શતાબ્દી યાત્રા

ગોહિલવાડ પ્રાંતના પવિત્ર શેત્રુંજી નદીના કાંઠે, ગિરિરાજના અલૌકિક અને શાંતિમય પરિસરમાં વસેલું...

ગુજરાત

બીલીમોરાની બી.એસ. પટેલ પ્રાથમિક શાળાના જોહુકમીભર્યા વિવાદિત નિર્ણયથી વાલીઓમાં ભરેલો અગ્નિ જેવી સ્થિતિ

આકાશ ક્લાસીસ પાસે ધો. 6 ના બાળકોએ ફરજિયાત એડમિશન લેવું,નહીં તો શાળામાંથી...

ગુજરાત

જીગર નાયકની નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી

બે ટર્મ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ તેમજ 2019 અને 2024 લોકસભા ચૂંટણીના મીડિયા...