Friday , 21 August 2026
Home ભારત Video : ધાબા પર બોમ્બ બનાવી રહ્યો હતો હિસ્ટ્રીશીટર ગુનેગાર, બ્લાસ્ટમાં દાઝી જવાથી મોત, માતાનું પણ નિધન
ભારત

Video : ધાબા પર બોમ્બ બનાવી રહ્યો હતો હિસ્ટ્રીશીટર ગુનેગાર, બ્લાસ્ટમાં દાઝી જવાથી મોત, માતાનું પણ નિધન

ઓડિશાના ભુવનેશ્વરમાં એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. એરફિલ્ડ વિસ્તારમાં રહેતો એક હિસ્ટ્રીશીટર ગુનેગાર કોઈની સાથે બદલો લેવા માટે ધાબા પર બેસીને બોમ્બ બનાવી રહ્યો હતો, ત્યારે જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં હિસ્ટ્રીશીટર સહિત પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન હિસ્ટ્રીશીટર અને તેની માતાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો હજુ હોસ્પિટલમાં દાખલ છે.

શું હતી સમગ્ર ઘટના?

એરફિલ્ડ વિસ્તારમાં રહેતો હિસ્ટ્રીશીટર શહનવાઝ મલિક (26) પોતાના ઘરના ધાબા પર ક્રૂડ બોમ્બ બનાવી રહ્યો હતો. તે સમયે તેના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા. અચાનક ધડાકો થતા બધા ગંભીર રીતે દાઝી ગયા હતા. શહનવાઝનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેની માતા લિઝાનુન બીબીએ પણ ગત મંગળવારે કટકની SCB મેડિકલ કોલેજમાં દમ તોડ્યો હતો.

આ બ્લાસ્ટમાં શહનવાઝની મંગેતર તૃપ્તિમયી મહલ (23) અને તેનો મિત્ર અમિયા મલ્લિક (27) પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના 27 જાન્યુઆરીએ બની હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા છે:

  • વીડિયોમાં એક મહિલાના હસવાનો અવાજ સંભળાય છે અને તેના તરત બાદ જોરદાર બ્લાસ્ટ થાય છે.
  • બ્લાસ્ટ પછી નાસભાગ મચી જાય છે.
  • ધડાકો એટલો ભયાનક હતો કે ત્યાં હાજર મહિલાઓના કપડાં પણ સળગી ગયા હતા.
  • શહનવાઝ મલિક ખરાબ રીતે દાઝી ગયા બાદ બળતરાથી બચવા માટે પાણીનો સહારો લેતો જોવા મળે છે.

મળેલી માહિતી મુજબ, શહનવાઝ મલિક કોઈ જૂની અદાવતનો બદલો લેવાના ઈરાદે આ દેશી બોમ્બ બનાવી રહ્યો હતો. પરંતુ તેની આ ઘાતક યોજના તેના અને તેના પરિવાર પર જ ભારે પડી ગઈ. અત્યારે તેની મંગેતર અને મિત્ર ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Related Articles

ભારત

CBIની દેશવ્યાપી મોટી કાર્યવાહી : 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા

ડિજિટલ અરેસ્ટ સ્કેમ સામે કેન્દ્રિય તપાસ બ્યુરો (CBI)એ આજે દેશવ્યાપી સ્તરે મોટી...

ભારત

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં દુર્ઘટના: સભા મંડપની છત ધરાશાયી થતાં 7થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલી યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ...

ભારત

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની પર બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ, VIDEO વાયરલ

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એરફોર્સ અધિકારીની 24...