Saturday , 28 March 2026
Home ગુજરાત જીગર નાયકની નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી
ગુજરાત

જીગર નાયકની નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા ડિજિટલ માધ્યમોમાં પક્ષની વિચારધારા, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તેમજ સંગઠનની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવાના હેતુથી જીગર નાયકની નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જીગર નાયક અગાઉ સતત બે ટર્મ સુધી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન પક્ષની નીતિઓ, કાર્યક્રમો અને સંગઠનની પ્રવૃત્તિઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયામાં સચોટ અને અસરકારક રીતે રજૂ કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મીડિયા સાથે સુમેળભર્યું સંકલન, તાત્કાલિક પ્રતિભાવ અને સકારાત્મક સંદેશા પહોંચાડવામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી છે.

આ ઉપરાંત, 2019 અને 2024ની નવસારી લોકસભા ચૂંટણી દરમિયાન જીગર નાયકએ મીડિયા ઇન્ચાર્જ તરીકે મહત્વપૂર્ણ અને સફળ સેવા આપી હતી. ચૂંટણી સમયગાળા દરમિયાન પક્ષની રણનીતિ અનુસાર સંદેશાવ્યવહાર, પ્રચાર વ્યવસ્થાપન અને મીડિયા મેનેજમેન્ટમાં તેમની સક્રિય ભૂમિકાથી પક્ષને નોંધપાત્ર મજબૂતી મળી હતી.

આજના સમયમાં સોશિયલ મીડિયા સંગઠન માટે અત્યંત અસરકારક માધ્યમ બની ગયું છે. આવા સમયમાં જીગર નાયકના વ્યાપક અનુભવ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી નવસારી જિલ્લા ભાજપના સોશિયલ મીડિયા વિભાગને નવી દિશા અને ગતિ મળશે તેવી સંગઠન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.

જીગર નાયકની આ નિમણૂક બદલ નવસારી જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો તથા શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન સોશિયલ મીડિયા ક્ષેત્રે પક્ષની પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે જનજન સુધી પહોંચશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને નવસારી જિલ્લા ભાજપ સજ્જ – બેઠકોનો દોર શરૂ, માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર

નવસારી: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી...

ગુજરાત

નવસારી: ચીખલીમાં કાળજું કંપાવતી ઘટના, નરાધમ સાવકા બાપે બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી

નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારમાં સંબંધોનું...

ગુજરાત

મહિલા ડૉક્ટર સાથે પ્રેમ, સ્પાય કેમેરો લગાવી બનાવ્યા 3 હજાર પ્રાઇવેટ વીડિયો, 25 લાખની ખંડણી માંગી અને…

રાજકોટના એક ડોક્ટર સામે ક્લિનિકમાં છૂપો કેમેરો લગાવી, ખાનગી પળોનું રેકોર્ડિંગ કરી...

ગુજરાત

કુકેરીમાંથી ટોરવણને અલગ પાડવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં તીવ્ર રોષ, “એકતરફી નિર્ણય”ના આક્ષેપ સાથે TDOને રજૂઆત

સરપંચે ગામની જાણ બહાર ગ્રામસભા બોલાવી ઠરાવ પસાર કર્યો હોવાનો આક્ષેપ, નિર્ણય...