Thursday , 26 March 2026
Home ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને નવસારી જિલ્લા ભાજપ સજ્જ – બેઠકોનો દોર શરૂ, માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને નવસારી જિલ્લા ભાજપ સજ્જ – બેઠકોનો દોર શરૂ, માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર

નવસારી: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ બની ગઈ છે. ચૂંટણીને લઈને સંગઠનાત્મક મજબૂતી સાથે વ્યૂહાત્મક આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડ તેમજ નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો પર વિસ્તારવાર બેઠકોનો દોડ શરૂ કરવામાં આવ્યો છે.

આ બેઠકોમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો સાથે સ્થાનિક અગ્રણી કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર પ્રક્રિયામાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજી, સનમ પટેલ, પિયુષ પટેલ તેમજ કરસનભાઈ ટીલવા સક્રિય રીતે જોડાયા છે. ઉપરાંત જિલ્લા મહામંત્રીઓ જીગરભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી પણ આ બેઠકોમાં હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

તેઓ દ્વારા દરેક વિસ્તારની જમીન સ્તરની પરિસ્થિતિને સમજતા, કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરી ચૂંટણી માટેની અસરકારક રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. બેઠકો દરમિયાન ખાસ કરીને માઇક્રો લેવલ પ્લાનિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં બૂથવાર મતદારોની વિગતો, નવી મતદાર નોંધણી, મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટેના કાર્યક્રમો, ઘર ઘર સંપર્ક અભિયાન તેમજ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દરેક બૂથ પર મજબૂત ટીમ ઉભી કરવા, પેજ પ્રમુખ વ્યવસ્થાને સક્રિય બનાવવા, યુવા અને મહિલા કાર્યકર્તાઓની ભાગીદારી વધારવા અને સોશિયલ મીડિયા દ્વારા વધુ અસરકારક પ્રચાર કેવી રીતે કરી શકાય તે બાબતો પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પાર્ટીના આગેવાનો દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારતા જણાવ્યું હતું કે, સંગઠનની એકતા, કાર્યકર્તાઓની મહેનત અને સચોટ આયોજનના આધારે ભાજપ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય હાંસલ કરશે.

આ રીતે નવસારી જિલ્લા ભાજપ દ્વારા તબક્કાવાર રીતે કરવામાં આવી રહેલી બેઠકો અને માઇક્રો લેવલની તૈયારીને લઈને કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને જુસ્સો જોવા મળી રહ્યો છે, જે આગામી ચૂંટણીઓમાં સકારાત્મક પરિણામ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

ગુજરાત

નવસારી: ચીખલીમાં કાળજું કંપાવતી ઘટના, નરાધમ સાવકા બાપે બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી

નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારમાં સંબંધોનું...

ગુજરાત

મહિલા ડૉક્ટર સાથે પ્રેમ, સ્પાય કેમેરો લગાવી બનાવ્યા 3 હજાર પ્રાઇવેટ વીડિયો, 25 લાખની ખંડણી માંગી અને…

રાજકોટના એક ડોક્ટર સામે ક્લિનિકમાં છૂપો કેમેરો લગાવી, ખાનગી પળોનું રેકોર્ડિંગ કરી...

ગુજરાત

કુકેરીમાંથી ટોરવણને અલગ પાડવાના પ્રસ્તાવ સામે ગ્રામજનોમાં તીવ્ર રોષ, “એકતરફી નિર્ણય”ના આક્ષેપ સાથે TDOને રજૂઆત

સરપંચે ગામની જાણ બહાર ગ્રામસભા બોલાવી ઠરાવ પસાર કર્યો હોવાનો આક્ષેપ, નિર્ણય...