Tuesday , 21 July 2026
Home ભારત ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર 31 વર્ષીય હરીશ રાણાના અંતિમ સંસ્કાર, 13 વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન
ભારત

ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર 31 વર્ષીય હરીશ રાણાના અંતિમ સંસ્કાર, 13 વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન

દિલ્હીમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેઓ 13 વર્ષથી કોમામાં હતા.

ભારતમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાના આજે દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 13 વર્ષથી વધુ સમય સુધી કોમામાં રહ્યા બાદ મંગળવારે એઈમ્સ (AIIMS)-દિલ્હીમાં રાણાનું અવસાન થયું હતું.

શું છે હરીશની કહાની?

હરીશ રાણાનું નિધન 24 માર્ચના રોજ સાંજે 4:10 વાગ્યે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં થયું હતું. હરીશ રાણાના નિધનના સમાચાર સાંભળીને સોસાયટીના તમામ લોકો તેમના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા.

હરીશ રાણા ગાઝિયાબાદના રહેવાસી હતા અને 13 વર્ષથી અચેત અવસ્થામાં હતા. મળતી માહિતી મુજબ, જ્યારે તેઓ 2013માં ચંદીગઢમાં અભ્યાસ કરતા હતા, ત્યારે હોસ્ટેલના ચોથા માળેથી નીચે પડી ગયા હતા. આ દુર્ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી તેઓ વર્ષો સુધી પથારીવશ અને અચેત અવસ્થામાં હતા, જેના કારણે તેમના શરીર પર ઘા પણ પડી ગયા હતા.

હરીશને એવું શું થયું હતું જેના કારણે તેમની આવી હાલત થઈ?

હોસ્ટેલના ચોથા માળેથી નીચે પડવાને કારણે હરીશના માથામાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેઓ ક્વાડ્રિપ્લેજિયા (Quadriplegia) નામની સ્થિતિમાં હતા. આ એક એવી સ્થિતિ છે જેમાં દર્દીના બંને હાથ અને પગ કામ કરવાનું બંધ કરી દે છે. માર્ગ અકસ્માત કે અન્ય અકસ્માતોમાં જ્યારે ગરદન કે સ્પાઇનલ કોર્ડ (કરોડરજ્જુ) ને ઈજા થાય છે, ત્યારે હાથ-પગ કામ કરવાનું બંધ કરી દે છે. તેને સર્વાઈકલ સ્પાઇનલ કોર્ડ ઈન્જરી કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્દી ક્વાડ્રિપ્લેજિયાનો શિકાર બને છે.

આ સ્થિતિમાં દર્દી હલનચલન કરી શકતો નથી અને પોતાના નિત્ય કાર્યો પણ કરી શકતો નથી. તેના શરીરમાં કંઈ પણ થાય, તેને ખબર પડતી નથી. મળ અને મૂત્રની સંવેદનશીલતા પણ ખતમ થઈ જાય છે. એક રીતે દર્દી જીવતી લાશ બની જાય છે અને તેના શરીર પર બેડસોર્સ (ઘા) થવા લાગે છે.

Related Articles

ભારત

CBIની દેશવ્યાપી મોટી કાર્યવાહી : 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા

ડિજિટલ અરેસ્ટ સ્કેમ સામે કેન્દ્રિય તપાસ બ્યુરો (CBI)એ આજે દેશવ્યાપી સ્તરે મોટી...

ભારત

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં દુર્ઘટના: સભા મંડપની છત ધરાશાયી થતાં 7થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલી યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ...

ભારત

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની પર બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ, VIDEO વાયરલ

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એરફોર્સ અધિકારીની 24...