Saturday , 5 September 2026
Home ગુજરાત વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર
ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, જૂની ગ્રામિણ બેંકની બાજુમાં આવેલી રમેશભાઈ અંબાલાલ આંગડિયા પેઢીને નિશાન બનાવી અજાણ્યા બંદૂકધારીઓએ આશરે ₹12 લાખથી વધુની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હતા.

માહિતી અનુસાર, સાંજે આશરે 4:30 વાગ્યે સફેદ રંગની કારમાં આવેલા શખ્સો આંગડિયા પેઢીમાં ઘૂસ્યા હતા. કર્મચારીઓને ધમકાવી રોકડ કબજે કરી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સફેદ કારમાં ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી લૂંટમાં વપરાયેલી કારની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત, વાયરલેસ મારફતે સરહદી વિસ્તારો સહિત આસપાસના તમામ પોલીસ મથકોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી આરોપીઓને ઝડપી શકાય.

આ ઘટના બાદ વાંસદા સહિત સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ચોરીના બનાવો સામે આવતા હતા, પરંતુ ધોળા દિવસે બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં લૂંટનો આ પ્રથમ બનાવ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.

હાલ આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ મથકે સત્તાવાર રીતે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ હતી. લૂંટારાઓની ઓળખ અને લૂંટાયેલી રકમ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે.

Related Articles

ગુજરાત

વલસાડની ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગની તપાસ, 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો નાશ

વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં...

ગુજરાત

આફત સામે ગુજરાતનું સશક્ત સુરક્ષા કવચ, 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 24*7 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર...

ગુજરાત

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? જાણો IMDની આગાહી

ગત એક સપ્તાહથી ગુજરાતમાં સક્રિય રહેલો ચોમાસો હવે ધીમે ધીમે નબળો પડવાની...

ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના...